પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મૂકી મિત્ર ઉપર મિત્રોનો હુમલો
ચુનારાવાડની ઘટના: યુવાને રાખડી બંધાવવાની ના પાડતા ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા
ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને તેના મિત્રએ પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાનું આળ મુકી રાખડી બંધાવવાનું કહ્યું હતું. પરંતુ યુવકે રાખડી બંધાવવાની ના પાડતાં મિત્ર સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકે સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ ચુનારાવાડ વિસ્તારમાં રહેતા પરાગ વિજયભાઈ બાવળીયા (ઉ.28) રાત્રીના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે બાલી અને સુરજ સહિતના શખ્સોએ ઝઘડો કરી તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં હુમલાખોર બાલીની પ્રેમિકા સાથે પરાગ બાવળીયાને પ્રેમ સંબંધ હોવાનું આળ મુકી રાખડી બંધાવવાનું કહ્યું હતું. પરંતુ પરાગ બાવળીયાએ રાખડી બાંધવવાની ના પાડતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.