ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી
શહેરના કોઠારિયા રોડ પર ખોડિયાર હોટલ નજીક યુવાનને તેમના જ મિત્રને બાઈક ચલાવવા આપ્યા બાદ પરત લઈ લેતા માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો છે. આ ઘટનામાં આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારિયા મેઈન રોડ હુડકો ચોકડી રણુજાનગર શેરી નં. 8 માં રહેતા હેમાંગ સુરેશભાઈ રામાવત (ઉ.વ.31)એ આરોપી મિત્ર સાગર દિપકભાઈ કાળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હેમાંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલા બાઈક મિત્ર સાગરને ચલાવવા આપ્યું હતું. અને આ બાઈક તેની પાસેથી લઈ લેતા તા. 28/3ના રોજ હેમાંગ મજુરી કામે જતો હતો.
ત્યારે સાગરે કોઠારિયા રોડ પર રોકી અને બાઈક પાછુ લઈ ગયો તેના 30 હજાર આપવા પડશે તેમ કહી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેમને આજીજી કરતા જવા દીધો હતો અને આ મામલે ઘરે વાત કરતા ભક્તિનગર પોલીસમાં અરજી કરી હતી. તેમજ પોલીસે ગુનો નોંધતા આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.