વામ્બે આવાસ કવાર્ટરમાં મિત્રનો મિત્ર ઉપર તલવારથી હુમલો
શહેરના કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં મિત્રએ જ મિત્ર ઉપર તલવાર વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી મિત્ર જ્ઞાતિ પ્રત્યે ખરાબ બોલતો હોય જેતી તેને આમ બોલવાની ના પાડતાં તેણે હુમલો કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતો અને સોડા શોપમાં કામ કરતો નિલેશ કિશોરભાઈ પરમાર (ઉ.24) નામનો યુવાન ગત રાત્રે ઘર પાસે હતો ત્યારે તેના મિત્ર ધવલ રમેશ ધકાણે તલવાર વડે હુમલો કરી માથાના ભાગે તથા હાથે ગંભીર ઈજા કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી ધવલ નિલેશનો મિત્ર હોય અને ધવલ ઈજાગ્રસ્ત યુવાનની જ્ઞાતિ પ્રત્યેની ખરાબ શબ્દો બોલતો હોય જેથી તેને આવા શબ્દો બોલવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઈ જઈ તલવાર વડે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.