રાજકોટની ફ્રિલાન્સર યુવતી પર પ્રેમીએ અવારનવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી
બંન્ને સોશિયલ મીડિયા એપ પરથી સંપર્કમાં આવ્યા: ધારી રિસોર્ટ, મુંબઇ, ઉજજૈન અને ઉદેપુરની હોટેલમાં દૂષ્કર્મ ગુજાર્યુ
લગ્નનું વચન આવ્યા બાદ શખ્સે મુંબઇની છોકરીને સગાઇની ‘હા’ પાડી: યુવતીને મેસેજ કર્યો, તું હવે મને કોલ કે મેસેજ ન કરતી
હાલ સોશ્યલ મીડિયા થકી સંપર્કમા આવતા યુવક અને યુવતીઓ વચ્ચે ઘણા અણબનાવ અને દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે રાજકોટ શહેરમા પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમા રાજકોટનાં કાલાવડ રોડ પર રહેતી એક યુવતીને સોશ્યલ મીડિયા ચેટ માટેની એપ. મારફતે સંપર્કમા આવેલા શખ્સે યુવતીને પ્રેમજાળમા ફસાવી અને લગ્નની લાલચ આપી ધારી રિસોર્ટ, મુંબઇ, ઉજજૈન અને ઉદપુરની હોટેલમાં દૂષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યારબાદ આ શખ્સે મુંબઇની યુવતી સાથે સગપણ નકકી કરી નાખતા પીડીત યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમા આરોપી સામે ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામા આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી હતી.
વધુ વિગતો મુજબ રાજકોટના કાલાવડ રોડ પર રહેતી એક યુવતીએ તેની ફરીયાદમા અટીકા ફાટક પાસે આવેલા અર્જુન પાર્કમા રહેતા દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયાનુ નામ આપતા તેમની સામે દુષ્કર્મ અંગેની ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા ગાંધીગ્રામ પીએસઆઇ વી. ડી. રાવલીયા તપાસ ચલાવી રહયા છે. યુવતીએ પોતાની ફરીયાદમા આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે પોતે ઘરે બેઠા ઓનલાઇન ફ્રિલાન્સીંગનુ કામ કરે છે. સાતેક મહીના પહેલા તેણી પંચાયત ચોક પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકની એક એકેડેમીમા લેકચરર તરીકે નોકરી કરતી હતી.
ત્યારબાદ તેમણે એક સોશ્યલ મીડિયા એપ મારફતે દર્શનનો સંપર્ક થયો હતો અને બાદમા બંને વચ્ચે વાતચીત થયા બાદ બંને એકબીજાની નજીક આવતા પ્રેમ પાંગર્યો હતો અને એક દિવસ ઓફીસમા કામ કરતી યુવતીનો જન્મદિવસ હોય જેથી ફરીયાદી, આરોપી દર્શન અને બધા મિત્રો ધારીમા આવેલા સુર્યા હિલ વ્યુ રીસોર્ટ એન્ડ સપા ખાતે ગયા હતા અને ત્યા આ દર્શને તુ મને બહુ ગમે છે તારી સાથે લગ્ન કરીશ તેમ કહી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ત્યાથી સાળંગપુર ગયા હતા અને તા. 31-10 નાં રોજ તેઓ ઉજજૈન ખાતે યુવતીની કાર લઇ બંને હોટેલમા રોકાયા હતા. હોટેલમા રાત્રી રોકાણ દરમ્યાન પણ આરોપી શરીર સબંધ બાંધ્યો હતો.
ત્યારબાદ ત્યાથી ઓમ કારેશ્ર્વર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાથી ઉદેપુર ખાતે હોટલનો રૂમ ભાડે રાખી ત્યા 3 દિવસ રાત્રી રોકાણ કર્યુ હતુ અને ત્યા પણ આરોપીએ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બંને ત્યાથી પરત રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને આરોપીનો સંપર્ક ફરીયાદીની માતા સાથે થયો હોય જેથી આરોપીઓ અવાર નવાર યુવતીને મળવા ઘરે આવતો હોય ત્યા પણ આરોપીએ શરીર સબંધ બાંધ્યો હતો.
ત્યાથી રાજકોટથી ગોવા ફરવા માટે 7 દિવસ ગયા હતા ત્યા પણ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી ર0રપ મા ધારી ખાતે રીસોર્ટ ગયા હતા ત્યા પણ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ 9-4 નાં રોજ દર્શનને મુંબઇ ખાતે છોકરી જોવા જવાનુ હોય જેથી ત્યા છોકરી જોવા ગયો હતો અને તે સમયે દર્શને કહયુ કે હું લગ્ન તો તારી સાથે કરીશ આતો પરીવારમા આ છોકરી સબંધી થાય છે એટલે જોવા જવાનુ છે. ત્યારબાદ છોકરી પસંદ પડી જવાની વાત યુવતીને કરતા યુવતીને મનાવીને રાજકોટની ગેલેકસી હોટલમા લઇ જઇ ત્યા પણ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દર્શને મુંબઇ ખાતે સગપણનુ નકકી કરી નાખ્યુ હતુ અને ફરીયાદી યુવતીને તરછોડી અને તેણીને ફોન કે કોલ કરવાની ના પાડી અને સબંધ તોડી નાખતા અંતે યુવતીએ પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.