મફતનું જમવા નબીરાઓનો નવો ખેલ, ભોજનમાં વાળ નાખી બબાલ કરી !
રાજકોટમાં ત્રણ નબીરાઓની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત કરી છે. રેસ્ટોરેન્ટમાં મફત ભોજન મેળવવાનો પ્રયાસ કરતા આ યુવકોમાંથી બે જણાએ પોતાના માથામાંથી જ હળવેથી વાળ તોડીને ભોજનમાં નાખી દીધા હતા. જેના ઈઈઝટ દ્રશ્યો પણ સામે આવ્યા છે.
માત્ર વાળ ભોજનમાં નાખવાથી જ આ યુવકો અટક્યા ન હતા, બાદમાં તે ભોજનમાં વાળ દેખાડીને તેમણે ઝઘડો શરૂૂ કર્યો અને રેસ્ટોરેન્ટના માલિક સામે બબાલ કરી. સમગ્ર ઘટના રેસ્ટોરેન્ટના ઈઈઝટ કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મામલામાં ખાસ વાત એ રહી કે એક શખ્સ તો એટલો બેફામ બન્યો કે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે રેસ્ટોરેન્ટને જ બેદરકાર ઠેરવી નાખી. તેણે વાળના ઉગઅ ટેસ્ટ કરવાની પણ વાત કરી નાખી. આમ, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે ખોટી ફરિયાદ કરીને મફતમાં જમવાનો ખેલ ખેલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
રેસ્ટોરેન્ટો માટે સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. પરંતુ અહીં યુવકો દ્વારા રેસ્ટોરેન્ટના કર્મચારીઓ કેપ ન પહેરતા હોવાનો લાભ લઈ પોતાનું નાટક રચ્યું હતું. જો કે, ઈઈઝટ ફૂટેજ તપાસતા સમગ્ર સચ્ચાઈ બહાર આવી ગઈ હતી.