ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાહનચાલકો સાથે ટ્રાફિક ઇ-ચલણના નામે છેતરપિંડી

05:27 PM Jul 16, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે.સાઇબર ગઠિયાઓ રોજ કોઈને કોઈ નવી રીતે કૌભાંડના આચરે છે. ક્યારેક ઓનલાઈન ડેટિંગ એપ્સ દ્વારા, ક્યારેક વોટ્સએપ પર મિસ્ડ વીડિયો કોલ દ્વારા તો ક્યારેક નકલી લિંક મોકલીને આવી રીતે છેતરપિંડી કરનારાઓએ ઓનલાઈન છેતરપિંડીનો રસ્તો શોધી કાઢયો છે. જેમાં હવે ટ્રાફિક ઈ-ચલાન દ્વારા છેતરપિંડી કરવાની નવી રીત સામે આવી છે. જેને લઈને રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને પોલીસ દ્વારા આવા ઓનલાઈન છેતરપિંડી થી લોકોને સતર્ક રહેવા અપીલ કરી એક માર્ગદર્શિકા જાહેર કરી છે.

Advertisement

આજના સમયમાં છેતરપિંડી કરનારાઓએ છેતરપિંડી કરવાની અવનવી રીતો શોધી કાઢી છે. અનેક લોકો કોઈને કોઈ નવી રીતે ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બને છે.ત્યારે હવે ટ્રાફિક ઈ-ચલાન દ્વારા છેતરપિંડી કરવાની નવી રીત છે. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે રાજકોટ શહેરમાં સ્પીડ કેમેરા અને રેડ લાઈટના ઉલ્લંઘનને શોધી કાઢવા માટે રસ્તાઓ પર કેમેરા લગાવવામાં આવ્યા છે. હવે ટ્રાફિક પોલીસ લોકોને ચલણ સોંપતી નથી, બલ્કે એસએમએસ દ્વારા ચલણ આપોઆપ લોકોના ફોન નંબર પર મોકલી દેવામાં આવે છે. અહીં છેતરપિંડી કરનારાઓએ છેતરપિંડીનો માર્ગ શોધી કાઢ્યો છે. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ ટ્રાફિક ઇ-ચલાનના એસએમએસ મોકલીને લોકોને છેતરી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ગુજરાત ભરના કેટલાક વાહનચાલકોને તેમના મોબાઈલ ફોનમાં ઇ ચલણ ના આવા ખોટા મેસેજ આવે છે જેમાં ચલણ નંબર થી શરૂૂ થાય છે. વાહનનો નંબર પ હશે. આમાં ચલણ ભરવા માટે એક લિંક આપેલી હોય છે. આ ઠગ ટોળકી લોકોના ડરનો ફાયદો ઉઠાવે છે. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેમને 500 થી 5000 રૂૂપિયા સુધીનો ચૂનો લાગવે છે.લોકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગેના મેસેજ મોકલવામાં આવી રહ્યું છે.

આપેલા મેસેજમાં લોકોને ઈ ચલણની બાકી રકમ ભરવા માટે કહેવામાં આવે છે. મોકલેલા મેસેજમાં એક ખોટી લિંક હોય છે, જેના દ્વારા લોકોને ચલણની ચુકવણી કરવા માટે કહેવામાં આવે છે. ક્યારેક તો હેકર્સ લોકોને મેસેજમાં ખોટી એપ ડાઉનલોડ કરવાની લિંક પણ મોકલે છે. ઘણા લોકો સાયબર અપરાધીઓના આ જાળમાં ફસાઈ જાય છે અને પોતાની કમાણી ગુમાવી દે છે.લોકોને ખોટા મેસેજ મોકલીને ડરાવવામાં આવે છે, જેમાં લોકોને ચલણ ન ભરવાના કારણે વાહન જપ્ત કરવાની વાત કહેવામાં આવે છે. લોકો ડરીને કોઈપણ વેરિફિકેશન વગર હેકર્સના જાળમાં ફસાઈ જાય છે. ઓનલાઇન છેતરપિંડી કરતા સાયબર ગઠિયાઓ વાહન ચાલકો ને મેસેજ અને ખોટી લિંક મોકલી રહ્યા છે. આ લિંક પર ક્લિક કરવાથી સરકારી વેબસાઈટ જેવી જ દેખાતી વેબસાઈટ ખુલે છે. આ કારણે લોકો સહેલાઈથી તેની જાળમાં ફસાઈ જાય છે અને તેમની સાથે ફ્રોડ થઈ જાય છે. આ ગઠિયા ઓ સોશિયલ એન્જિનીયરિંગનો સહારો લઈને લોકોને પોતાના જાળમાં ફસાવી લે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે. આ સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા લોકોને સતર્ક રહેવા અપીલ કરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નકલી ઇ-ચલણ અને છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય છે
રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરેલી માર્ગદર્શીકામાં જણાવવામાં આવ્યું છે કે ધારો કે તમને આવો એસએમએસ મળ્યો છે તો ગભરાવાની બિલકુલ જરૂૂર નથી. જો તમારું ઈ-ચલણ કપાયું હોય, તો પણ તમને તેને ભરવા માટે પૂરતો સમય મળે છે, તેથી ઉતાવળમાં લિંક પર ક્લિક કરશો નહીં. તેના બદલે, તમારે તમારા ચલણ વિશે સાચી માહિતી એકત્રિત કરવી જોઈએ અને તે પછી જ તેને ભરવાનું આગળ વધવું જોઈએ.અથવા પરિવહન વિભાગના રાષ્ટ્રીય પોર્ટલ વિ https://echallan. parivahan.gov.in ઉપર તમારા વાહન નંબર પર કોઈ ઈ-ચલણ છે કે નહીં તે ચકાસી શકો છો. તેની મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે. તેમજ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને પીઆઈબી ફેક્ટ ચેક સમયાંતરે આને લગતી માર્ગદર્શિકા શેર કરીતે ટ્રાફિક ઈ-ચલાણ છેતરપિંડીથી બચી શકાય છે.તેમજ આ પ્રકારના ઈ ચલણ કે કોઈપણ સરકારી નોટિસ કોઈ અધિકૃત વિભાગ માંથી આવે છે, તો આવા સમયે મોકલનારનો નંબર પહેલા વેરિફાઈ કરો. કોઈપણ વ્યક્તિગત માહિતી, બેંક ડિટેલ્સ વગેરે ક્યારેય પણ, કોઈની સાથે શેર ન કરો.

Tags :
crimefraudgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement