For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPOમાં બે વર્ષમાં ડબલ રકમની લાલચ આપી ઉદ્યોગપતિ સાથે રૂ.8.75 કરોડની છેતરપિંડી

04:13 PM Oct 12, 2024 IST | Bhumika
ipoમાં બે વર્ષમાં ડબલ રકમની લાલચ આપી ઉદ્યોગપતિ સાથે રૂ 8 75 કરોડની છેતરપિંડી
Advertisement

રાજકોટના ઉદ્યોગપતિને આઈપીઓમાં રોકાણના નામે બે વર્ષમાં ડબલ રકમ અને ઉંચા વળતરની લાલચ આપી કોલકતાના મર્ચન્ટ બેન્કર્સ પિતા-પુત્ર અને મહિલા સામે રૂૂા. 8.75 કરોડ જેવી માતબર રકમની છેતરપિંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

યુનીવર્સીટી રોડ ઉપર પુષ્કરધામ મંદિર પાસે આલાપ એવન્યુમાં રહેતાં અને યુનિવર્સીટી રોડ પર શિવાલીક-2માં એપેક્ષ કોર્પોરેશન નામની ઓફિસ ધરાવતા અને કોટન-ગાંસડી અને કોટન યાર્નના ટ્રેડિંગનું કામ કરતા અશોકભાઈ માવજીભાઈ દુધાગરા (ઉ.વ. 50)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરતાં 18-દેશપ્રિય પાર્ક રોડ, સાઉથ કોલકતા રહેતા કમલ જવરલાલ કોઠારી (ઉ.વ.60) તેના પુત્ર આનંદ (ઉ.વ.3પ) અને લિપીકા ભટ્ટાચાર્યનું નામ આપ્યું છે. અશોકભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ કોટન-ગાંસડી અને કોટન યાર્નના ટ્રેડિંગનું કામ કરે છે. ભાગીદાર તરીકે દિનેશભાઈ માવજીભાઈ મકવાણા છે. તેમને કાલાવડ તાલુકાના રણુજા રોડ પર એન્જલ ફાયબર લીમીટેડ નામની ફેકટરી હતી.

Advertisement

જયાં કોટનના દોરા બનાવવાનું કામ હતું. ફેકટરીની રજીર્સ્ટડ ઓફિસ શિવાલીક-2માં જ હતી. 2018માં એન્જલ ફાયબર પ્રા. લી.નો આઈપીઓ લાવવાનો હતો. જેથી સીએ જે.જી. ઉનડકટ મારફત મર્ચન્ટ બેન્કર તરીકે કામ કરતા કમલ કોઠારીનો સંપર્ક થયો હતો. 2018માં તેની કંપનીના આઈપીઓનું બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં લીસ્ટીંગ થયું હતું. તે વખતે આઈપીઓના લીડ મેનેજર તરીકે સેબીમાં રજીસ્ટર થયેલ મુંબઈ અને કોલકતાની ગીનીસ સિકયુરીટી લી.ના માલીક કમલ કોઠારી સાથે તેની ઓફિસ મુંબઈમાં મરીન ડ્રાઈવ પર આવેક બજાજ ભવનમાં મુલાકાત થઇ હતી. તે વખતે કમલ અને તેના પુત્ર આનંદે તેને જણાવ્યું કે અમારી કંપની અલગ-અલગ કંપનીના આઈપીઓ લાવવા માટે મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરે છે. જેમાં રોકાણ કરવાથી તમને બે વર્ષમાં ખૂબ સારૂૂ વળતર અપાવશું. થોડા સમય બાદ કમલે તેને કોલ કરી કહ્યું કે તમારી પાસે હાલ રૂૂપિયા હોય તો મને આપો, અમારી કંપની હાલમાં જ એક આઈપીઓ લીસ્ટીંગ કરવા જઈ રહી છે, તેમાં સારૂૂ વળતર મળશે જેથી કમલ પર વિશ્વાસ રાખી તેણે જણાવેલ ડીસ્પ્લે કોમર્શિયલ પ્રા. લી. અને પાર્ટન ટ્રેડર્સ લી.ને તેની એપેક્ષ કોર્પોરેશનના બેન્ક એકાઉન્ટમાંથી આરટીજીએસ મારફત કુલ રૂૂા. 8.75 કરોડ મોકલી આપ્યા હતા.

જેની સિકયુરીટી પેટે કમલ અને તેના પુત્ર આનંદના કહેવાથી લિપીકા ભટ્ટાચાર્ય કે જે પાર્ટન ટ્રેડર્સ પ્રા. લી.માં ડાયરેકટર અને ડીસ્પ્લે કોર્મશિયલ પ્રા. લી.નાં ઓથોરાઈઝડ સિગ્નેચરી ધરાવતાં હતા, તેણે રૂૂા.3 કરોડના ચેક તેની કંપનીના નામે આપ્યા હતા. ત્યાર પછી તેને વ્હાઈટની મુડીની જરૂૂરીયાત પડતાં કમલ અને તેના પુત્ર સાથે વાત કરી મૂડી પરત આપવા વિનંતી કરી હતી. તે વખતે કમલે સહમતિ દર્શાવી જણાવ્યું કે તમે આંગડિયાથી અમને રૂૂપિયા મોકલો, એ રૂૂપિયા તમને બેન્કથી પરત કરી આપીશ, તમે આ માટે મારા પુત્ર આનંદના સંપર્કમાં રહેજો, જેથી તમારા રૂૂપિયા વ્હાઈટના થઈ જશે. પરિણામે તેણે સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી રોકડા રૂૂપિયા લઈ કોઠારી પિતા-પુત્રોના જણાવ્યા મુજબ મુંબઈ, કોલકતા અને દિલ્હીમાં આંગડીયા મારફત મોકલી આપ્યા હતા. જેના બદલામાં આનંદે તે મુજબના પૈસા તેની એપેક્ષ કોર્પોરેશનના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. આ રીતે તેણે આંગડીયાથી જે રકમ મોકલી હતી તે તેની કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી.

પરંતુ તેણે રોકાણ કરેલા રૂૂા.8.75 કરોડ અવાર-નવાર રૂૂબરૂૂ અને ફોનથી માંગવા છતાં કોઠારી પિતા-પુત્રો આપતા ન હતા. એટલું જ નહીં ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતાં હતા. આખરે તેના કોલ ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેને કારણે તેણે ડીસ્પ્લે અને પાર્ટન કંપનીઓ બાબતે ખાનગી રીતે તપાસ કરતા જાણવા મળ્યું કે બંને કંપનીઓ કમલના સગા અથવા જાણીતા લિપીકા ભટ્ટાચાર્યના નામે છે. જેની ઓફિસ કોલકતા ખાતે છે. તેણે રોકેલી રકમ અને તેનું વળતર આજ સુધી મળ્યું ન હતું. સાથો-સાથ કોઠારી પિતા-પુત્રો નવી-નવી તારીખો આપતા હતા. તેને જાણવા મળ્યું હતું કે તેણે જે બે કંપનીમાં રૂૂા.8.75 કરોડ જમા કરાવ્યા હતા તે રકમ કમલની કંપનીના બેન્ક ખાતામાં ટ્રાન્સ્ફર થઈ હતી. એટલું જ નહીં તેને સિકયુરીટી પેટે આપેલા ચેકોમાં બેલેન્સ પણ ન હતું. જે અંગે તેણે ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. જેના આધારે આજે ગુનો દાખલ કર્યો હતો.તપાસ કરતા જાણવા મળ્યું કે,આ કમલકુમાર કો ઠારીની ગીનીસ સીકયોરીટી નામની પેઢીને આ સેબી દ્વારા બેન કરવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એસીપી ભરત બી.બસિયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ.આર.ગોંડલીયા અને સ્ટાફે વધુ તપાસ શરુ કરી છે.

ઠગ ટોળકીએ રાજકોટમાં આગોતરા માટે અરજી કરી
રાજકોટના ઉદ્યોગપતિને સાથે રૂૂ.8.75 કરોડની છેતરપીંડી કરનાર મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરતાં 18-દેશપ્રિય પાર્ક રોડ, સાઉથ કોલકતા રહેતા કમલ જવરલાલ કોઠારી તેના પુત્ર આનંદ અને લિપીકા ભટ્ટાચાર્ય સામે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં અરજી કરવામાં આવી હોય અને છેલ્લા છ માસથી આ કેસની પ્રાથમિક તપાસ ચાલતી હોય અંતે ગુનો નોંધાયો હોય આ ટોળકીએ રાજકોટ ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતામાં માટે અરજી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement