રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં ખોટા નામ, સરનામા અને બોગસ પોલીસી ઉભી કરી વૃદ્ધ સાથે 4 લાખની ઠગાઇ

12:39 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધને એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના નામે ખોટા દસ્તાવેજો અને પુરાવા ઊભા કરીને વિશ્વાસમાં લેવા આવ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે ચાર લાખ રૂૂપિયાની ઉચાપત કરીને છેતરપિંડી કરવામાં આવી છે. જેથી ભોગ બનેલા મહિલા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખસના નામજોગ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરવામાં આવી છે.

મોરબી શહેરના શક્તિ પ્લોટ વિસ્તારમાં કીર્તિ કુંજ ખાતે રહેતા દમયંતીબેન દિનેશભાઈ (61) નામના વૃદ્ધાએ અનિલભાઈ પટેલ મોબાઈલ નંબર 97235 38646, 80009 39684 અને 84695 29475 તથા દિલ્હીથી સંપર્ક કરનાર અજાણ્યા શખસની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેમને જણાવ્યું છે કે, ગત તા. 1/5/13થી 28/11/13 દરમિયાન તેમની સાથે એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના નામે ખોટા દસ્તાવેજો અને પુરાવા ઊભા કરીને છેતરપિંડી કરવામાં આવી છે.

તેમની નાણાની બચતના 4,00,000ની ઉચાપત કરી ખોટા નામ, ખોટા સરનામા, ખોટા ફોન નંબર આપીને બનાવટી પોલીસી ઉભી કરીને ખોટા દસ્તાવેજો બનાવી બોગસ એજન્ટ બનાવીને કાવતરું રચીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે. જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ. કરકર અને પ્રભાતભાઈ ગોહિલ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

Tags :
fraudgujaratgujarat newsmorbi
Advertisement
Next Article
Advertisement