લક્ષ્મીછાયા સોસાયટીમાં હોર્ન મારવા મામલે યુવાનને માર મારતા હાથમાં ફ્રેકચર
રૈયા ચોકડી પાસે લક્ષ્મી છાયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ખોડાભાઈ ઝાપડિયા(ઉં.વ.37)ને બાઈકનું હોર્ન મારી મહિલાને સાઈડમાં જવાનું કહેતા મહિલાને તેમના પતિને જાણ કરતા આરોપીઓએ આ મામલે યુવાન પર હુમલો કર્યો હતો.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જીતેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,04/08ના રોજ બપોરના હું મારા ઘર હતો ત્યારે અમારી શેરીમાં અમારી સામે રહેતો સંજય ભરવાડ,તેના મામા લાખાભાઈ તથા કાનાભાઈ અમારા ઘર પાસે આવેલ અને મારી સાથે ઝઘડો કરી મને ગાળો કાઢી અને મારી સાથે ઝપાઝપી કરી અને મને આ લાખાભાઈ ભરવાડે પાઈપ વડે મને ડાબા પગે તથા જમણા હાથના ભાગે માર મારતા મને મુંઢ ઇજા થયેલ અને કોઈ એ 100 નંબરમાં ફોન કરતા અમે લોકો તેમાં પોલીસ સ્ટેશનએ આવેલ અને મને પગમાં તથા હાથે પીડા થતી હોય તેથી મને ત્યાંથી 108 માં અહીં આવી સિવિલમાં સારવારમાં દાખલ થયેલ હાલ મારી સારવાર ચાલુ છે અને મારા ડાબા પગે તથા જમણા હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ છે.
બનાવવાનું કારણ એવું છે કે, ગઈકાલે અમારી શેરીમાં રહેતા છાયાબેન સંજયભાઇ ભરવાડ શેરીમાં ચાલીને જતા હોય તેથી મેં તેમની સાઈડમાં જવા માટે બાઈકનો હોર્ન મારતા તેમને તે વાત તેમના પતિને કહેલ જે વાતનો ખા2 રાખી આ લોકોએ મને માર માર્યો હતો.