રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માલધારી સોસાયટી, મહેશ્ર્વરી સોસાયટી અને સામાકાંઠે જુગારના દરોડા, 31 હજારનો મુદ્દામાલ જપ્ત

04:57 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના ત્રણ સ્થળો પર પોલીસે દરોડા પાડી 31 હજારનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો. તેમજ આઠ શખ્સોને ઝડપી લીધા હતા.વધુ વિગતો મુજબ, જુગારના પ્રથમ દરોડામાં દેવપરા મેઇન રોડ પર મહેશ્ર્વરી સોસાયટી શેરી નં.4ના ખૂણે મેહબુબ અજમેરીના મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસના કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ અને સ્ટાફે દરોડા પાડી જુગાર રમતા મેહબુબ બચુ અજમેરી, ગુલમહમદ સુલેમાન જોબન અને ઇમરાન સતાર મીઠાણીને પકડી રૂા.12,500ની રોકડ જપ્ત કરી હતી.

જ્યારે બીજા દરોડામાં માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટી શેરી નં.12માં જાહેરમાં જુગાર રમતા સુનીલ બાબુરામ પ્રજાપતિ, અરૂણકુમાર ભગવતીપ્રસાદ નિસાદ, ભોલા રામબહાદુર નિસાદ અને દીપુ ઉર્ફે સંદીપ અમરસિંહ નિસાદને ઝડપી રૂા.16,500ની રોકડ જપ્ત કરી હતી. તેમજ અન્ય દરોડામાં સામાકાંઠે સતંકબીર રોડ ભાવનભાઇ ચા વાળાની દુકાનની સામે જાહેર રસ્તા પર જુગાર રમતા યાસિનખાન કમાલખાન પઠાણ (રહે.જામનગર રોડ સાંઢીયા પુલ પાસે પેટ્રોલ પંપની સામે હુડકો ર્ક્વાટર નંબર-04)ને વરલીના જુગારમાં રૂા.2,220ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement