રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇ

04:49 PM Mar 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સીમરસીંગ નામના શખ્સને સકંજામાં લેવા તજવીજ, આરોપીએ આપેલો ચેક રીટર્ન થતા ફરિયાદ નોંધાવી

Advertisement

રાજકોટમાં રેસકોર્ષ પાસેના ગુરૂૂદ્વારામાં તેલ અને ઘી જોઈએ છે કહી ચાર વેપારી પાસેથી સીમરસીંગ નામના શખ્સે રૂૂા.6.41 લાખનો માલ મંગાવ્યો હતો. જેના બદલે તેણે આપેલા ચેક રીટર્ન થતા પ્ર.નગર પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઈ છે.

વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ આનંદનગર કોલોની કવાર્ટરમાં રહેતો અને શાપરમાં ગુલાબ ઓઈલ એન્ડ ફુડસ પ્રા.લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં અલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ કોટેચા (ઉ.વ.38)ની ફરિયાદ પરથી સીમરસીંગ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે,ગઈ તા.17ના આરોપી સીમરસીંગે તેને કોલ કરી રૂૂા.3,24,135ની કિંમતના 147 તેલના ડબ્બાનો ઓર્ડર આપ્યો હતો. અને માલ પહોંચ્યા બાદ ચેકથી પેમેન્ટ આવવાની ત માલ ભરાવી વાહન બીલ સાથે તેને આપેલા ગુરૂૂદ્વારા ખાતે મોકલ્યો હતો.

જયાં ગુરૂૂદ્વારાના ગેઈટ પાસે માલ ઉતાર્યા બાદ આરોપીએ વાહનના ડ્રાઈવરને ચેકકે જેમાં બીજા દિવસ તા.19 હતી તે આપી તા.20નાં ચેક નાખજો એટલે તમારૂૂ પેમેન્ટ મળી જાશે તેમ કહ્યું હતું.

તા.ર0ના ચેક નાખતા તે રીટર્ન થતા તેણે આરોપીને કોલ કર્યો હતો.પરંતુ તે બંધ આવતો હોવાથી તે અન્ય લોકો સાથે ગુરૂૂદ્વારાએ જઈ ટ્રસ્ટીને મળી વાત કરતા તેણે કોઈ તેલના ડબ્બા મંગાવ્યા ન હોવાનું અને આરોપીએ તેની ઉપરાંત અન્ય ઘીના વેપારી સાથે પણ ઠગાઈ કર્યાનું જણાવ્યું હતું.

બાદમાં ઘીના વેપારી અનિકેતભાઈ સુરેશભાઈ વસદાણી પાસેથી પણ આરોપીએ રૂૂા.1,52,500ની કિંમતનું 250 લીટર ઘી, બીજા ડિલર પરાગ જયંતીલાલ સુચક પાસેથી 1,64,700ની કિંમતનું 270 લીટર ઘી ગુરૂૂદ્વારા મોકલતા તેને પણ ચેક આપ્યાનું જાણવા મળતા ત્રણેયે ગુરૂૂદ્વારામાં જઈ તપાસ કરતા સીમરસીંગ નામનો શખ્સ ગુરૂૂદ્વારામાં સેવક કે ટ્રસ્ટી નહી હોવાનું અને તેણે ગુરૂૂદ્વારામાં ઘી-તેલ જોઈએ છે તેવી ખોટી વાતો કરી છેતરપીંડી કર્યાનું પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પીએસઆઇ જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement