ધ્રોલના વાંકિયામાં જીરૂ ચોરી કરનાર ચાર તસ્કર ઝડપાયા
ધ્રોળ તાલુકાના વાંકીયા ગામમાં રહેતા એક ખેડૂત ના મકાનના ફળિયામાંથી કોઈ તસ્કરો 16 ગુણી ઝીરૂૂની ચોરી કરી ગયાના બનાવ બાદ વાંકીયા ગામમાં જ વધુ એક ગોડાઉનને તસ્કરો એ નિશાન બનાવી લઇ અંદરથી રૂૂપિયા અડધા લાખ ની કિંમત નું 15 મણ જીરુ ચોરી કરી ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. જે બંને ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને ધ્રોળ પોલીસે રાજકોટ અને ગોંડલના ચાર તસ્કરોની અટકાયત કરી લઈ બે કાર, તથા રોકડ રકમ સહિત 11.26 લાખની માલમતા કબજે કરી છે.
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના મકાનના ફળિયામાંથી તાજેતરમાં રૂૂપિયા 1.68.000 ની કિંમતની 16 ગુણી જીરું ની ચોરી થઈ હતી.ત્યારબાદ વાંકિયા ગામમાં જ વધુ એક ગોદામમાંથી 5 ગુણી જીરું ની ચોરી થયા ની ફરિયાદ થઈ હતી.
ઉપરોક્ત બંને ચોરી અંગે ધ્રોલ પોલીસે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ તેમજ હ્યુમન સોર્સ ના આધારે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલિ નાખ્યો છે, અને અગાઉ ચોરીમાં પકડાઈ ચૂકેલા રીઢા તસ્કર રાજકોટમાં ભગવતી પરામાં રહેતા વિજય ઉર્ફે બેડિયો મુકેશભાઈ સોલંકી તેમજ રાજકોટમાં ગુલાબ નગર શેરી નંબર 21 માં રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી ઉપરાંત ગોંડલ માં રહેલા સુનીલ ભીખુભાઈ પરમાર અને રાજકોટના રૂૂખડીયા પરા માં રહેતા સંજય ઉર્ફે મુકેશ ઝીણાભાઈ સોલંકી ની અટકાયત કરી લીધી હતી.
ઉપરોક્ત ચારેય તસ્કરો એ ધ્રોળ ના વાકિયા ગામમાં ખેડૂતના તૈયાર કરીને રખાયેલા જીરું ના જથ્થા ને અલગ અલગ બે કારમાં ચોરી કરી લઈ ગયા હોવાનું અને તેનું બારોબાર વેચાણ કરી નાખ્યાનું ધ્યાનમાં આવ્યું હતું.પોલીસે ચારે આરોપીઓ પાસેથી જીજે 11 સી.8315 નંબરની રૂૂપિયા પાંચ લાખની કિંમતની સ્વીફ્ટ કાર, ઉપરાંત જી.જે.3 એન. કે.3239 નંબરની રૂૂપિયા પાંચ લાખની કિંમતની બલેનો કાર, ત્રણ નંગ મોબાઈલ પણ ઉપરાંત જીરું ના બંને ચોરીના વેચાણ થકી મેળવેલી રૂૂપિયા 1,20,000 ની રોકડ રકમ સહિત કુલ 11.26 લાખની માલમતા કબજે કરી લીધી છે.
ઉપરોક્ત બન્ને ચોરીમાં પાંચમાં આરોપી રાજકોટમાં રહેતા રોનક રાજેશભાઈ ભટ્ટ પણ સંડોવાયેલો છે, અને હાલ પોતે ભાગી છૂટ્યો છે, જેથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસે વાંકીયા ગામમાંથી જીરુના બે ખેડૂતના મકાન તેમજ ગોદામમાંથી જીરું ની ચોરી કરી જવા અંગે ચાર આરોપીઓને પકડ્યા હતા, જે પૈકી વિજય મુકેશભાઈ સોલંકી કે જેની સામે ગોંડલ, જેતપુર અને રાજકોટમાં અલગ અલગ 6- ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, અને અગાઉ જીરું સહિતના માલ સામાનની ચોરીમાં તેની અટકાયત થઈ ચૂકી છે.
તે જ રીતે બીજા આરોપી રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ સોલંકી કે જેની સામે પણ ગોંડલ જેતપુર જુનાગઢ રાજકોટ અને જામનગરમાં અલગ અલગ સાત જેટલા ચોરીના ગુના દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તેની સંડોવણી સામે આવી છે. હાલ પોલીસ દ્વારા ચારેય આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.