ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો

11:58 AM Jun 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ

Advertisement

મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત જવાના રસ્તે અને મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજ પાસેથી પોલીસે દરોડા પાડી 900 થી વધુ દારૂની બોટલ સાથે લાખોનો મુદામાલ જપ્ત કર્યો છે.આ દારૂનાં પ્રથમ દરોડામા મકનસર ગામ વાદી વસાહત જવાના કાચા રસ્તે આવેલ બાવળની કાંટ પાસેથી સીએનજી રીક્ષામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂૂની 102 બોટલ, મોબાઈલ અને રીક્ષા સહીત 2,36,500 નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે તો મહિલા આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સીએનજી રીક્ષા જીજે 13 એવી 6820 વાળીમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી એક ઇસમ વાંકાનેર તરફથી મકનસર આવવાનો છે જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી.

અને સીએનજી રિક્ષાને ઝડપી લઈને તલાશી લેતા દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 102 બોટલ કીમત રૂૂ 1,31,500 નો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂૂ, રીક્ષા કીમત રૂૂ 1 લાખ અને મોબાઈલ સહીત કુલ રૂૂ 2,36,500 નો મુદામાલ જપ્ત કરી આરોપી સમીર ઉર્ફે સમલો અબ્બાસ કટિયા રહે રતનપર ઢાળ વિસ્તાર સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો છે મહિલા આરોપી સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા પિંકીબેન માણેકનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા દરોડામા મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સફેદ કલરની અરટીકા કારમાં દારૂૂનો જથ્થો ભરી હળવદ તરફથી મોરબી આવવાની છે તેવી બાતમી મળતા ટીમે મહેન્દ્રનગર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને મહેન્દ્રનગર ચોકડી ઓવરબ્રિજ પાસેથી કાર જીજે 36 એએફ 0562 ને રોકી તલાશી લેતા કારમાંથી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 40 બોટલ અને બીયરના 18 ટીન મળી આવ્યા હતા.

જેથી પોલીસે દારૂૂ-બીયર અને કાર કીમત રૂૂ 4 લાખ સહીત કુલ રૂૂ 4,62,780 નો મુદામાલ જપ્ત કરી આરોપી જયદીપ બેચર ચાઉં રહે વરિયાનગર સો ઓરડી મોરબી 2 વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી મુબારક સંધી રહે જોગસર ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે .ત્રીજા દરોડામા મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદથી સફેદ કલરની કાર જીજે 08 સીએમ 2731 વાળીમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી જુના ઘૂટું રોડ થઈને મોરબી આવવાનો હોવાની બાતમીને પગલે ટીમે જુના ઘૂટું રોડ પર વોચ ગોઠવી હતી અને કાર નીકળતા રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 99 બોટલ કીમત રૂૂ 1,34,200 નો જથ્થો મળી આવતા દારૂૂ અને કાર કીમત રૂૂ 3 લાખ સહીત કુલ રૂૂ 4,34,200 નો મુદામાલ જપ્ત કર્યો છે.

આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા રહે તયદફસદન રોટરીનગર મોરબી અને સુરેશ ભૂપત રાઠોડ રહે લક્ષ્મી સોસાયટી વેજીટેબલ રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે માલ આપનાર આરોપી મુબારક અલ્યાસ સંધી રહે માજી સૈનિક સોસાયટી ધ્રાંગધ્રા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે.જયારે ચોથા દરોડામા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ રવાપર રોડ પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાયાજી પ્લોટ શેરી નં 05 નાકા પાસે પોલીસને જોઇને સ્વીફ્ટ કારનો ચાલક નાસી ગયો હતો રેઢી પડેલી સ્વીફ્ટ કાર જીજે 13 એનએન 5006 વાલીની તપાસ કરતા કારમાંથી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાં રહેલ રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 180 બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 237 બોટલ અને મેકડોવેલ્સ વ્હીસ્કીની 240 બોટલ સહીત કુલ દારૂૂની બોટલ નંગ 657 કીમત રૂૂ 2,68,380 નો મુદામાલ જપ્ત કર્યો છે પોલીસને જોઇને કાર ચાલક આરોપી શાહરૂૂખ ઇકબાલ બુચડ રહે લાતીપ્લોટ જોન્સનગર વાળો નાસી ગયો હતો જેથી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

Tags :
crimecrime newsgujaratgujarat newsmorbi news
Advertisement
Advertisement