દ્વારકામાં બનાવટી બોટના રજીસ્ટ્રેશન-લાઈસન્સ કૌભાંડ, 145 સામે ગુનો નોંધાયો
બોટ એજન્ટો, બનાવટી પેઢીના સંચાલકો અને બોટ માલિકો સામે કાર્યવાહી, 56ની ધરપકડ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેય દ્વારા દેશના છેવાડાના અને સંવેદનશીલ એવા આ જિલ્લામાં દરીયાઈ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને દરીયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને અનુલક્ષીને તા. 18 જૂનના રોજ ઓખામાં આર.કે. બંદર ખાતે માછીમારી બોટના ફિશરીઝ વિભાગને લગત કામ કરતા એજન્ટ નસ્ત્રરેહમત ફિશીંગ ક્ધસ્લટીંગ નામની ઓફીસ ધરાવતો શાફીન સબિરભાઈ ભટ્ટી (રહે. ગાંધીનગરી, ઓખા) અને રામદૂત ઝેરોક્ષ નામની દુકાન ધરાવતો સુનિલ મનસુખભાઈ નિમાવત (રહે. ઓખા) ઉપરાંત કુલ 93 બોટ માલીકો વિરૂૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો. આ ગુનામાં 56 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીની પુછપરછમાં લાખોની મોર્ગેજ લોન અને ઈંધણની સબસીડીનો લાભ લેવા કૌભાંડ કરવામાં આવતું હતું. ઓખા મંડળમાં બોટ માલીકો દ્વારા પોતાની જુની માછીમારી બોટનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવી, ફિશીંગ લાયસન્સ મેળવવા માટે સ્થાનીક ફિશીંગ ક્ધસલ્ટન્સીનું કામ કરતા ખાનગી એજન્ટોનો સંપર્ક કરતા હતા. ત્યાર બાદ ફિશીંગ આવા એજન્ટ દ્વારા ભાવનગરનાVARNI CORPORATION, HANUMANTA ENTERPRISE અને અલંગના SHIV GLOBAL MARINE, ERAM ENTERPRISEનામની બોગસ પેઢીના માલિકો સાથે મળીને અગાઉથી હાજર જૂની બોટના માપ સાઈઝ અને વિગતો આ બોગસ પેઢીના માલિકોને મોકલી આપતા હતા.
જે વિગતોનો ઉલ્લેખ બીલમાં દર્શાવી ખોટા જી.એસ.ટી. વાળા બિલ બનાવી અને બોગસ પેઢીના માલીકો એજન્ટોને મોકલી આપતા હતા. જે બિલમાં નવી બોટ ખરીદ કર્યા અંગેના ખોટા જી.એસ.ટી.નંબર વાળા બનાવટી બીલ, બનાવટી ઈ-વે બીલ (ટ્રાન્સપોટેશન), નવું એન્જીન ખરીદ કર્યાના જી.એસ.ટી. નંબર વાળા બનાવટી બીલ ભાવનગર ખાતેથી VARNI CORPORATION, HANUMANTA ENTERPRISE ના સંચાલક તરુણ સવાઇલાલ રાજપુરા (ઉ.વ. 68, હાલ નિવૃત રિટાયર્ડ જી.એમ.બી. ઓફીસ સુપ્રીટેન્ડેટ રહે. 308, અરહમ એપાર્ટમેન્ટ, વાધાવાડી, ભાવનગર) શહેર અને અલંગના SHIV GLOBAL MARINE, ERAM ENTERPRISE ના સંચાલક અજય પ્રવિણભાઈ બાલાભાઈ ચુડાસમા, (ઉ.વ. 27, રહે.રામપરા રોડ, ગુરૂૂકૃપા સોસાયટી, પાવઠી ગામ, તા. તળાજા, જી.ભાવનગર) દ્વારકા જિલ્લા ખાતેના બોટ એજન્ટને મોકલી આપવામાં આવતા હતા. આ ઉપરાંત બોટના રજીસ્ટ્રેશન માટે નોટરાઈઝ સોગંદનામા, બોટનું નામ, એન્જીનના નંબર દેખાય તે રીતેના બોટ માલીક સાથેના ફોટોગ્રાફની તમામ પ્રક્રીયા આ એજન્ટો દ્વારા કમીશન પેટે કરી બોટ માલીકના એપ્લીકેશન ફોર્મ ભરી રીયલ ક્રાફટ સોફટવેરમાં તમામ પી.ડી.એફ. ફાઈલ સ્વરૂૂપે સાચી દર્શાવી અપલોડ કરવામાં આવતી હતી અને આ રીતે બનાવટી બોટ રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવામાં આવતું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોપી બોટ માલિકો
મહંમદહુર હમીદભાઈ સુરાણી, જાફર અબ્દુલભાઈ બેતારા, હમીદ અબુભાઈ બંદરી, સોહીલ સુલેમાનભાઈ નારીયા, રફીક આદમભાઈ જીમાની, અબ્દુલકાદર કરીમભાઈ બેતારા, જુસબ અબ્દુલભાઈ સંઘાર, જુનસ ઓસમાણભાઈ સંઘાર, મજીદ હસનભાઈ સોઢા, હુશેન અયુબભાઈ પાંજરી, સિદ્દીક અલારખાભાઈ લોઠીયા, ઇબ્રાહીમ ગફારભાઈ ઈસ્બાણી, શબીર મુસાભાઈ પટેલીયા, મુસ્તાક કાસમભાઈ પટેલીયા, ઇબ્રાહીમ અબદુલ્લાભાઈ વાઢા, અકબર સુલેમાનભાઈ બેતારા, હમીદ ઉમરભાઈ સપ, ફકીરા હારૂૂનભાઈ પટેલીયા, સુલેમાન હારૂૂનભાઈ પટેલીયા, રજાક ઇબ્રાહીમભાઈ ગંઢાર, કાસમ ઇસ્માઇલભાઈ પટેલીયા, અનવર હબીબભાઈ મિયાણા, અલી મામદભાઈ વાઢા, શેજાદ અનવરભાઈ દાઉદભાઈ ગંઢાર, અલ્તાફ અનીશભાઈ પટેલીયા, ઈસ્માઇલ હાજીભાઈ ઉઢા, જુસબ સુલેમાનભાઈ ઇસબાની, હુસેન કરીમભાઈ બારોયા, જુસબ હાજીભાઈ ગજ્જણ હુશેન કાસમભાઈ સંઘાર, હારૂૂન હુશેનભાઈ ભાયા, હનીફ અબ્દુલભાઈ ચાવડા, હાસમ હુશેનભાઈ પટેલીયા, અબ્દુલ ઇબ્રાહીમભાઈ ઇસ્બાણી, વલીમામદ કાદરભાઈ વાઢા, અક્રમ એલીયાસભાઈ સપ, સાલેમામદ ઇબ્રાહીમભાઈ મોખા, સબીર તાલબભાઈ ચમડીયા, લતીફ હુશેનભાઈ હુંદડા, જાવીદ અલીમામદભાઇ સંઘાર, કાસમ મુસાભાઈ લુચાણી નામના કુલ 41 શખ્સોનો સમાવેશ થાય છે. આ અગાઉ પણ હમીદ હુશેનભાઈ સુંભણીયા, આસિફ રજાકભાઈ સુંભણીયા, રજાક હુશેનભાઈ સુંભણીયા, ર-જાક હુશેનભાઈ સંઘાર, અલી મુસાભાઈ સુંભણીયા, હાજી ઇબ્રાહીમ જુમાભાઇ લૂચાણી, અસગર ઇબ્રાહીમભાઈ ભેસલીયા, આસિફ હાસમભાઈ લુચાણી અને કાદર દાઉદભાઈ સુલેમાનભાઈ નામના નવ શખ્સોની અટકાયત પણ કરાઈ હતી.
તરુણભાઈ સવાઈલાલ શાંતિલાલ રાજપુરા (ઉ.વ. 68, ધંધો હાલ નિવૃત, જી. એમ. બી. ઓફિસ સુપ્રીટેન્ડન્ટ તરીકે રિટાયર્ડ રહે. 308, અર્હમ એપાર્ટમેન્ટ, વાઘાવાડી રોડ, ભાવનગર, અજય પ્રવિણભાઈ બાલાભાઇ ચુડાસમા, (ઉ.વ. 27, રહે. પાવઠી ગામ, તા.તળાજા) તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતેના બોટ એજન્ટો શાફીન સબિરભાઈ મોહમદભાઈ ભટ્ટી, (ઉ.વ. 24, રહે.ઓખા), સુનિલ મનસુખભાઈ નિમાવત (ઉ.વ. 42, રહે.ઓખા), હૈદરઅલી બસીરભાઈ શેખ (ઉ.વ. 29, રહે. સલાયા, ખંભાળિયા) અને અસગરઅલી હુશેનભાઈ ગંઢાર, (ઉ.વ. 42, રહે. સિક્કા તા.જામનગર)