લક્ષ્મીવાડીમાં બેકરીના સંચાલક પર બે મહિલા સહિત ચારનો હુમલો
યુવાનને ધોકા મારી ગુપ્ત ભાગે અને હાથ પર બટકું ભરી લીધું
લક્ષ્મીવાડીમાં આવેલી રામેશ્વર બેકરી ખાતે દૂધની થેલી લેવા ગયેલા ગંજીવાડાના યુવાન સાથે દૂકાનદાર સહિતનાએ છુટ્ટા પૈસા મામલે બોલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારમાર્યાની અને આ યુવાનના માતા-પિતા-બહેન આવતાં તેની સાથે પણ મારામારી અને અસભ્ય વર્તન કર્યાની ફરિયાદ થઇ છે. ધોકાથા ઘાથી દૂકાનદારના બે મોબાઇલ ફોન તૂટી ગયા હતાં, આઇવોચ અને સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયા હતાં.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે લક્ષ્મીવાડી-10માં આવેલ રામેશ્વર બેકરીમાં કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિ અને ત્રણ અજાણ્યા સામે ગંજીવાડા મેઇન રોડ પર આશાપુરા ચોક શેરી નં. 9માં રહેતાં ડો. યાજ્ઞિક રોડ પર પુમાના શો રૂૂમમાં નોકરી કરતાં અમનભાઇ ભરતભાઇ ગોહેલ (ઉ.વ.25)ની ફરિયાદ પરથી મારામારી ગાળાગાળી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરવાનો ગુનો નોંધ્યો છે.
અમનભાઇ ગોહેલે ફરિયાદમાં જણાવ્યું છે કે 26/10ના રોજ સાંજે સવા આઠેક વાગ્યે હું નોકરીથી છુટીને કાંતા વિકાસ ગૃહ ચોકમાં વૃંદાવન ડેરીએ ઘી લેવા ગયો હતો. ત્યાં મારા મમીએ મને દૂધ પણ લઇ આવવાનો ફોન કરતાં વૃંદાવન ડેરીએ દૂધ માગતા તયાં દૂધ નહોતું. જેથી આગળ લક્ષ્મીવાડી-10માં રામેશ્વર બેકરી ખાતે જઇ દૂધ માંગતા ત્યાં બેઠેલા શખ્સે ફ્રીઝમાંથી દૂધ લઇ લેવાનું કહેતાં મેં અમુલ ગોલ્ડની એક થેલી લઇ રૂૂા. 100 દૂકાનદારને આપ્યા હતાં.
આ વખતે દૂકાનદારે છુટા પૈસા આપવાનું કહેતાં મેં કહેલું કે મારી પાસે છુટા નથી, તમારી પાસે ન હોય તો આ દૂધ પાછુ રાખો હું બીજેથી લઇ લઇશ. આથી દૂકાનદારે ક્યાંથી આવો છો? કેવા છો? એવુ બે ત્રણવાર પુછતાં મેં જ્ઞાતિ જણાવી હતી. આ પછી તેણે કાઉન્ટરમાંથી બહાર આવી મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી લાફો મારી દીધો હતો અને ઝપાઝપી કરી પછાડી દઇ મોઢા, પેટ, છાતીના ભાગે પાટા મારતાં હું બેભાન જેવો થઇ ગયો હતો. બાદમાં મેં ફોન કરતાં મારા પિતાજી અને મારા બહેન આવ્યા હતાં.
આ દરમિયન દૂકાનદારે ફરીથી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી તે માર ખાધો હવે બીજો પણ માર ખાવા આવી ગયો તેમ કહી ધોકો ઉગામતાં મેં પકડી લેતાં ઇજા થઇ હતી. આ દરમિયાન મારા મમ્મી પણ આવી ગયા હતાં. ત્યાં દૂકાનદારના ત્રણ સગા પણ આવી જતાં મને, મારા પિતાજી અને મમ્મીને મારકુટ કરી ગાળો દઇ ઝપાઝપી કરી અસભ્ય વર્તન કર્યુ હતું. બાદમાં મારા પિતાજીએ 11રમાં ફોન કરતાં પોલીસ આવી હતી અને મને હોસ્પિટલમાં ખસેડયો હતો. છુટ્ટા પૈસા મામલે આ માથાકુટ કરાઇ હતી. આ બનાવમાં સામા પક્ષે લક્ષ્મીવાડી-10 બાલકિશોર વિદ્યાલય સામે રામેશ્વર બેકરી ઉપર રહેતાં દિવ્ય દીપકભાઇ કરચલીયા (ઉ.વ.20)ની ફરિયાદ પરથી તેની રામેશ્વર બેકરી ખાતે આવેલો 20 થી 25 વર્ષનો શખ્સ (જેને તે જોયે ઓળખી શકે) તથા આ શખ્સના માતા-પિતા અને અજાણી છોકરી વિરૂૂધ્ધ ગુનો દાખલ કરાયો છે.
