પરસ્ત્રી સાથેના આડા સંબંધનો ખાર રાખી આધેડ પર પરિણીતાના પતિ સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પર માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ પાસે પત્ની સાથેના આડા સબંધનો ખાર રાખી આધેડ પર પરીણીતાનાં પતી સહીત 4 શખ્સોએ હુમલો કર્યો હતો આ ઘટનામા ઘવાયેલા આધેડે આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી આ ઘટનામા આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
દોઢસો ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે સુખ સાગર શેરી નં 11 મા રહેતા મૈયાભાઇ પોપટભાઇ બોળીયા (ઉ. વ. પ0 ) એ પોતાની ફરીયાદમા રેવાભાઇ ઓળકીયા , રાજુભાઇ ઓળકીયા અને બે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે ફરીયાદમા તેણે જણાવ્યુ હતુ કે બે વર્ષ પહેલા તેમણે રેવાભાઇની પત્ની સાથે પ્રેમ સબંધ હતો અને ત્યારબાદ બંને મૈત્રી કરાર કરી 10 દીવસ સાથે રહયા હતા અને બાદમા સમાજની સમજાવટથી ઘરમેળે સમાધાન થયુ હતુ અને તે સમયે પણ રેવાભાઇએ મૈયાભાઇ પર હુમલો કર્યો હતો . જે મામલે કોઇ પોલીસ ફરીયાદ થઇ નહોતી.
ત્યારે મૈયાભાઇ પોતાનુ બુલેટ લઇ માલધારી ફાટકથી સાંઇબાબા સર્કલ પાસે જતા હતા ત્યારે રસ્તામા રેવા ઓળકીયા અને રાજુ ઓળકીયા સહીત 4 શખ્સોએ મૈયાભાઇને રોકી અહી કેમ રખડે છે કહી ધોકા વડે બેફામ માર માર્યો હતો અને બાદમા દેકારો કરતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા . આ મામલે તેમણે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
