રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના જૂના રફાળેશ્વર રોડ પર કાકા ભત્રીજા પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

12:04 PM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

બાઇક આડું નાખી ઝઘડો કર્યા બાદ તૂટી પડયા

Advertisement

ભડીયાદ કાંટા પાસેથી ભાડુ લઈ યુવક અને ભત્રીજો જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જૂના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર આવેલ ગોળાઈ ઉપર અજાણ્યા શખ્સે બાઈક આડુ નાખી યુવક અને તેના ભત્રીજા સાથે બોલાચાલી કરી યુવકને ચાર શખ્સોએ પકડી છરી વડે ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ધવલભાઈ હસમુખભાઈ ગોહિલ (ઉ.વ.24) એ આરોપી ચાર ઈસમો વિરૂૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેનો ભત્રીજો સાહેદ મિત ઉપેન્દ્રભાઇ ગોહીલ બંને તેમનુ જુપીટર મોટરસાયકલ રજીસ્ટર નં-ૠઉં-36-અઊં-6987 વાળુ લઇ ભડીયાદ કાંટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટ ખાતેથી ભાડુ લઇને જુના રફાળેશ્વર તરફ જતા હતા ત્યારે એન.જી.મહેતા સ્કુલ પાસે આવેલ મંદિર પાસે પહોંચતા એક અજાણ્યો શખ્સે તેનુ બાઈક આડુ નાંખતા ફરીયાદિના ભત્રીજાએ મોટરસાયકલ ઉભુ રાખેલ અને અજાણ્યા બાઈક ચાલક આરોપીએ ફરીયાદી તથા સાહેદની પુછપરછ કરતા ફરીયાદી તથા સાહેદ કાંઇ જણાવેલ નહી અને મો.સા. લઇ નીકળવા જતા આરોપીએ તેનુ મો.સા. ફરીના મો.સા. સાથે ભટકાળેલ બાદ ફરી તેનુ મો.સા. લઇ નીકળવાઇ જતા આરોપીએ ફરીયાદીનુ બાઇક આડુ નાંખી ફરીયાદિનુ મોટરસાયકલ ઉભુ રખાવી ચાવી કાઢી લઇ ફરીયાદી સાથે બોલાચાલી કરવા લાગેલ તે દરમ્યાન બીજા ત્રણ અજાણ્યા આરોપીઓ મોટરસાયકલ લઇ આવેલ તેમાં બાઇક ચાલકે છરી કાંઢતા ફરીયાદી તથા સાહેદ ભાગવા જતા સાહેદને અજાણ્યા ત્રણ આરોપીએ પકડી લીધેલ અને પાછળથી આવેલ બાઇક ચાલક આરોપીએ ફરીયાદીનો પીછો કરી તેના હાથમાં રહેલ છરીના ઘા ફરીયાદી મારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimecrime newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement