ચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલો
મામા અને પિતરાઇ ભાઇઓએ મારમાર્યાના આક્ષેપ સાથે બંને યુવાન સારવારમાં
ચોટીલા તાલુકાના ધારી ગામે રહેતા કાકા ભત્રીજો કાબરણ ગામે માતાજીના માંડવામાં ગયા હતા ત્યારે ભત્રીજાના મામા અને તેના પિતરાઈ ભાઈઓ સહિતનાએ ઝઘડો કરી કાકા ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે ખેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના ધારી ગામે રહેતા સમીર ચનાભાઈ સાગઠીયા (ઉ.વ.18) અને તેના કાકા દશરથભાઈ ચનાભાઈ સાગઠીયા (ઉ.વ.18) ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ચોટીલા તાલુકાના કાબરણ ગામમાં હતા ત્યારે દશરથના મામા સામતભાઈ દેહાભાઈ તેના પુત્ર હરેશ અને મુકેશ સહિતના શખ્સએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો હુમલા ઘવાયેલા બંને યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલો દશરથ સાગઠીયા કાબરણ ગામનો ભાણેજ છે અને કાબરણ ગામે માતાજીનો માંડવો હોવાથી કાકા ભત્રીજો માતાજીના માંડવામાં ગયા હતા ત્યારે પિતા પુત્રોએ ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.