For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલો

11:11 AM Dec 11, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રા શહેરનાં બે પત્રકારો ઉપર ચાર શખ્સોનો હુમલો
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે જેમાં ધ્રાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલકુમાર ધામેચા તથા રામદેવ સિંહ ઝાલા નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લઈ ને આવેલા રામભાઈ આહીર . વિજયભાઈ ભરવાડ સહીત બે અજાણ્યા શખ્સોએ ધારીયું, લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી નાશી છુટયાં હતા બન્ને ધાયલ પત્રકારોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ધ્રાંગધ્રા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી ફ્રેકચર તેમજ માથાના ભાગે ઈજાઓ ની ગંભીરતાને પગલે વધું સારવાર અર્થે સુરેન્દ્રનગર ની સી.યુ સાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ધટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી જ્યાંરે હુમલાનું કારણ હજુ જાણવા મળ્યું ન હતું અને સીટી પોલીસ દ્વારા સેફ.આઈ આર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement