માંગરોળના મેખડી ગામે વૃધ્ધ ઉપર ચાર શખ્સનો કુહાડી વડે હુમલો
12:55 PM Jul 21, 2025 IST
|
Bhumika
Advertisement
ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવારમા ખસેડાયા; હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ
Advertisement
માંગરોળનાં મેખડી ગામે રહેતા વૃધ્ધ સાથે ઝઘડો કરી ચાર શખસોએ કુહાડી વડે હુમલો કર્યો હતો હુમલામા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માંગરોળ તાલુકાનાં મેખડી ગામે રહેતા મેરણીભાઇ પાચાભાઇ ચાવડા નામનાં 60 વર્ષનાં વૃધ્ધ ત્રણ દિવસ પુર્વે પોતાનાં ઘરે હતા. ત્યારે સંધ્યા ટાણે લીલાભાઇ અને ભાવેશભાઇ સહીતનાં ચાર શખસોએ ઝઘડો કરી કુહાડી વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે કેશોદ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા. આ અંગે ઇજાગ્રસ્ત વૃધ્ધે હુમલાખોર શખસો વિરુધ્ધ શીલ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. ફરીયાદનાં આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement