ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યના 11 શહેરોમાં 104 દુકાનોમાંથી ચોરી કરનાર ગેંગના ચાર શખ્સ ઝબ્બે

11:34 AM May 24, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી ચોરી કરનાર ગેંગને ગીર સોમનાથ એલસીબી એ યુપી ના 4 શખ્સની ધરપકડ કરી રૂૂા.90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર બડેરા, વિભાગ ડબાસ, વિશાલ કોહલી અને વિજય ડબાસનો સમાવેશ થાય છે.

Advertisement

તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના વતની છે અને હાલમાં બોરસદમાં રહે છે. તા.14 મે 2025 ના રોજ સોમનાથ હાઈવે પર બાદલપરા ગામમાં શીતલ પ્રોવિઝન સ્ટોરમાં આરોપીઓએ રૂૂા.7700 ની લૂંટ કરી હતી. આરોપીઓએ માસ્ક પહેરી દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે. ગીર સોમનાથ એલસીબી ના ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓને પકડ્યા હતા.

પોલીસે રોકડ રૂૂા.25,700, બે મોટર સાઈકલ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂૂા.90,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓએ (1) પાલીતાણામાં-9 દુકાનોમાં, (2) અમરેલીમાં-3 દુકાનોમાં, (3) માધુપુરમાં-6 દુકાનોમાં, (4) સોમનાથમાં-5 દુકાનોમાં, (5) સાળંગપુરમાં-19 દુકાનોમાં, (6) ગોંડલમાં-20 દુકાનોમાં, (7) ચોટીલામાં-21 દુકાનોમાં, (8) જસદણમાં- 2 દુકાનોમાં, (9) મોરબીમાં-7(10) ગાંધીધામ-3 (11) માંડવીમાં-9 દુકાનોમાં મળી 11 શહેરમાં 104 દુકાનમાંથી ચોરી કરી હતી. તેઓ દુકાનમાં ગ્રાહક બનીને જતા અને વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરતા હતા. ચોરી કરેલા રૂૂપિયાની વહેંચણી સરખે ભાગે કરી તેમની પત્નીઓના બેંક ખાતામાં જમા કરાવતા હતા. મુખ્ય આરોપી સંજયકુમાર વિરુદ્ધ અગાઉ જામનગરમાં મોબાઇલની દુકાનમાંથી ચોરીનો ગુનો નોંધાયેલો છે. હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 307, 351(3), 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Tags :
crimeganggujaratgujarat news
Advertisement
Next Article
Advertisement