જેતપુરમાં ઢોસાની દુકાને માથાકૂટ બાદ વેપારી સહિતના ચાર ઉપર હુમલો
જેતપુરમા પ્રફુલ પાઉંભાજી નામની દુકાન પાસે ઢોસાની દુકાને થયેલ માથાકૂટનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે વચ્ચે પડેલા વેપારી સાથે મહિલા સહિતના આઠ શખ્સોએ આવી ઝગડો કરી દુકાનમાં તોડફોડ કરી જીવલેણ હુમલો કરતા આ હુમલામાં વેપારી સહીત દુકાનમાં કામ કરતા સ્ટાફને ઈજા થઇ હતી આ મામલે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મળતી વિગતો મુજબ જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે ગોકુલ પેલેસ ત્રીજામાળેભાડેથી રહેતા અને પ્રફુલ પાઉંભાજી નામની દુકાન ચલાવતા પરેશભાઇ જીવરાજભાઇ ભાલાળાની ફરિયાદને આધારે પિયુષભાઇ કમલેશભાઇ મોરબીયા, રાધિકાબેન પિયુષભાઇ મોરબીયા, તુષાર હરેશભાઇ ભાલીયા, હરેશભાઇ ભાલીયા, યુવરાજ તેમજ સફેદ જેવા કલરનો ચોકડીની ડીઝાઇન વાળો શર્ટ પહેરેલ અજાણ્યો, આસમાની કલરનું ટી-શર્ટ પહેરેલ અજાણ્યો શખ્સ તેમજ કાળા કલરનું ટી-શર્ટ પહેરેલ શખ્સ મળી આઠના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પરેશભાઈ પ્રફુલ પાઉંભાજી નામની દુકાન ભાડેથી રાખી તેમા માણસો રાખીને ખાણીપીણીનો વેપાર કરે છે. મારી દુકાનમાં રોનક ચંદુભાઇ ગુજરાતી તથા તેની માતા બિંદીયાબેન ચંદુભાઈ ગુજરાતી તથા રહીમ હુશેન અને તેની ઘરવાળી દિપ્સીકા કામ કરે છે. તેમજ બિંદીયાબેનનો દિકરો જય ઉર્ફે સીબો મારી બાજુ માં આવેલ પટેલ ઢોસા નામની દુકાનમાં કામ કરે છે.
ગઇ કાલ તા.06/07/20252025ના રાત્રીના સાડા નવેક વાગ્યે મારી દુકાનમાં અગાઉ વાસણ ધોવાનું કામ કરતા સોનીબેનનો ઘરવાળો કમલેશ મોરબીયા મારી દુકાનની બાજુમાં આવેલ ભાવીનભાઈ પટેલની પટેલ ફેન્સી ઢોસા નામની દુકાનમાં ઢોસા ખાવા માટે આવેલ અને તે જેમફાવે તેમ જોર-જોરથી બોલતો હોય જેથી ભાવિનભાઈ તથા જય ઉર્ફે સી બાએ તેને ત્યાંથી કાઢી મુકેલ બાદ થોડીવાર પછી રાત્રીના આશરે 10:20 વાગ્યે કમલેશ મોરબીયાનો દિકરો પિયુષ મોર બીયા અને તેની ઘરવાળી રાધીકાબેન પટેલ ઢોસાની દુકાને આવી જય ઉર્ફે સીબાને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને બંને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને પિયુષ જય ઉર્ફે સીબાને પકડીને મારી દુકાનના પેસેજમાં લઇ આવેલ અને ત્યાં પણ તેની સાથે હાથપાઈ કરવા લાગેલ જેથી મેં તથા રોનક ગુજરાતી તથા બિંદિયાબેન તથા ભાવીનભાઈ બધાએ વચ્ચે પડી જય ઉર્ફે સીબાને વધુ મારમાંથી છોડાવતા આ બંને લોકો ત્યાંથી જતા રહેલહ ત્યારબાદ થોડીવાર પછી રાધીકાબેનનો ભાઇ તુષાર હરેશભાઈ ભાલીયા તથા પિયુષ મોરબીયા પટેલ ઢોસામાં આવેલ અને જય ઉર્ફે સીબાના પિતા ચંદુભાઈ ગુજરાતી સાથે ઝઘડો કરેલ અને તુષારે કોઇકને ફોન કરેલ બાદ થોડીવાર માં ત્યાં હરેશભાઇ ભાલીયા આવેલ અને જાહેરમાં ગાળો બોલવા લાગેલ અને મને ધમકી આપેલ કે કાલે તારી દુકાન બંધ રાખજે, કાલે હું તારી દુકાન ખોલવા નહિ દવ, તારા જેટલા માણસો હોય તેને મારી પાસે હાજર કરજે.
તેમ કહેલ અને આ વખતે ત્યાં પોલીસ પેટ્રો લીંગની ગાડી આવતા આ બધા લોકોએ કહેલ કે અમે ઘરમેળે સમાધાન કરી લેશુ. તેમ કહી આ બધા ત્યાંથી જતા રહેલ બાદ ફરી પાછો આ હરેશ ભાલીયા દુકાને આવી બિંદીયાબેન સાથે બોલાચાલી કરી બિર્દીયાબેનને કહેલ કે તારા છોકરા મને જયાં દેખાશે ત્યાં હું તેને જાનથી મારી નાખીશ બાદમા હરેશભાઇ ભાલીયાનો મને ફોન આવેલ કે, મારા છોકરાના માથાકુટના વિડીયો કોણે વાયરલ કરેલ છે ? તો મેં કહેલ કે મને કાંઈ ખબર નથી. આ મામલે સમાધાનની વાત ચાલુ હતી ત્યારે દુકાનમાં પરેશભાઈ રોનક, રહીમ હુશેનઅને દિપ્સીકા કામ કરતા હોય ત્યારે તુષાર હરેશ ભાલીયાઅને તેની સાથે ત્રણ બીજા માણસો આવેલ અને તોડફોડ કરી રોનક તથા રહીમ અને દિપ્સીકાને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને છરીથી હુમલો કર્યો હતો.