ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમતા છાત્ર સહિત ચાર ઝડપાયા

04:32 PM May 09, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

હાલમાં ચાલતા આઈપીએલના મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા સટોડિયા ઉપર પોલીસે ધોસ બોલાવી છે. એલ.સી.બી. અને પીસીબી અને સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

Advertisement

અલગ અલગ ચાર દરોડામાં ગોંડલ રોડ ચોકડી પાસે ઝોન-1 ની એલ.સી.બી.ની ટીમે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇ.ડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો છાત્ર કોઠારીયા રીંગ રોડ રામેશ્વર રોયલ પાર્કમાં રહેતા તુષાર મુકેશભાઇ રાંકને પકડી લઇ મોબાઇલ ફન કબ્જે કર્યો હતો. બીજા દરોડામાં પીસીબીની ટીમે બાતમીના આધારે બે દરોડા પડ્યા હતા.

.જેમાં ભકિતનગર સર્કલ મેઘાણી રંગભવન પાસે મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચપર સટ્ટો રમતા યુનિવર્સિટી રોડ સરીતા બિહારના પુલ પાસે મફતીયાપરામાં રહેતા રોહિત રમેશભાઈ ડાભીની ધરપડક કરી હતી. જયારે શાસ્ત્રી મેદાન પાસે ટેકસી સ્ટેન્ડની સામેથી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.1માં રહેતા આશીફ ઉર્ફે આશલો આદમભાઇ રાઉમા (ઉ.વ.42)ને મોબાઇલ ફોનમાં આઇડી પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો.

ચોથા દરોડામાં સાયબર ક્રાઇમની ટીમે જામનગર રોડ ઉપર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સામે આવેલી હોટલ પાસેથી મોબાઇલ ફોનમાં આઇડી પર જુગાર રમતા કોઠારીયા રોડ સોમનાગ સોસાયટી શેરી નં.2માં રહેતા આકાશ પ્રદિપભાઇ કાનાણી (ઉ.વ.28)ને પકડી લીધો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement