રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજમાં મોબાઇલ માટે ચાર મિત્રોએ મિત્રને પતાવી દીધો’તો: 18 દિવસે કૂવામાંથી લાશ મળી

01:51 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ત્રણ સગીર આરોપીને રાજકોટ બાળસંરક્ષણ મોકલી દેવાયા

શહેરમાં 12 હજારના મોબાઈલ માટે 4 મિત્રોએ મિત્રની જ હત્યા કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.ફિલ્મી કહાનીને ટક્કર મારે એવા આ બનાવમાં યુવકને મોતને ઘાટ ઉતારી લાશ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી.પોલીસે દેહને બહાર કાઢી જામનગર પરીક્ષણ માટે મોકલી ચારેય આરોપીને ઝડપી લીધા છે જેમાં ત્રણ સગીર હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની વિગતો મુજબ, એરફોર્સ ખાતે રહેતા ઠેકેદારના પુત્ર રાહુલ લખન મોચી સરપટ ગેટ નજીક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. રાહુલની સ્થાનિકના કિશોર સાથે મિત્રતા થઈ હતી. આ દરમ્યાન રાહુલ પાસે રહેલો ઓપો કંપનીનો 12 થી 15 હજારની કિંમતનો મોબાઈલ તેના મિત્રને ગમી જતા માગ્યો હતો.મૃતકે મોબાઈલ ન આપતા સગીર મિત્રએ મોબાઈલ મેળવવા માટે સાથી મિત્રો સાથે મળી કાવતરું રચ્યું હતું જેમાં 2 ઓગસ્ટના રાહુલને અવાવરું સ્થળે બોલાવી, પ્રથમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં ત્રણ સગીર સાથે ગાંધીનગરીના નવાબ જાની નોડેએ રાહુલના માથે પથ્થર વડે વાર કરી ગળે લાતો મારી, ઢોર માર મારી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો.ગળે ટૂંપો આપી યુવકની હત્યા નિપજાવ્યા બાદ મૃતદેહને 36 ક્વાર્ટસ નજીક આવેલા અવાવરું કુવામાં ફેંકી દીધો હતો.જોકે ભુજ બી ડિવિઝન પોલીસે ગુમનોંધના આધારે તપાસ કરી મૂળ સુધી પહોંચી હત્યારાઓને ઝડપી લીધા છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભુજ બી ડિવિઝન પોલીસના ઇન્ચાર્જ પીઆઇ બી.એન. મોઢવાડીયાએ જણાવ્યું કે, ગુમનોંધ દાખલ થતા કોલ ડિટેઇલ્સ સહિતની બાબતે તપાસ કરાઈ હતી જેમાં 36 ક્વાર્ટસ પાસે કુવામાંથી ગુમસુદા યુવકનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં 3 સગીર સહિત એક યુવકની અટકાયત કરાઈ હતી.ત્રણેય સગીરને રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાયા છે જ્યારે નવાબને આજે અદાલતમાં રજૂ કરવામાં આવશે. મૃતદેહને કૂવામાં ફેંકી દીધા બાદ અન્ય કોઈ આ વિસ્તારમાં ન આવે તેવા આશયથી આરોપીઓએ નિર્જન કુવાની આસપાસ બાવળોની ઝાડી પાથરી દીધી હતી.જોકે,બાહોશ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

Tags :
BhujBhuj newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement