રાજકોટ જેલના બે સિપાહી સહિત ચાર મિત્રો બજરંગવાડી પાસેથી પીધેલા ઝડપાયા
ચારેય દારૂ ઢીંચી જાહેરમાં ડીંગલ કરતા રાત લોકઅપમાં વિતાવી
રાજકોટ શહેરમાં પોલીસે ઘણા દિવસોથી પીધેલા શખ્સોને ઝડપી લેવા ખાસ ડ્રાઇવ યોજી છે. ત્યારે પોલીસ જ પીધેલી હલતમાં પકડીય ત્યારે શુ કરવાનું!
રાજકોટની બજરંગ વાડી પાસે પુનિતનગર નજીક મોડી રાત્રે દારૂ ઢીંચીને ડીંગલ કરતા રાજકોટ જેલના બે સિપાહી સહિત ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડી લોકઅપમાં પૂરી દીધા હતા. ચારેય સામે પીધેલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
બનાવની મળતી વિગોત અનુસાર, ગાંધીગ્રામ પોલીસ મથકના મુકેસ સબાડ, નિલેસ ડોડીયા અને જયદેવસિંહ જાડેજા સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે બજરંગ વાડી વિસ્તારમાં પુનિતનગર મેઇન રોડ ભવાની પાર્ક-01 સામે આવેલા ‘આશીયા’ મકાન નજીક ચાર શખ્સો દારૂ ઢીંચીને ડીંગલ હોય ત્યારે ચારેયને અટકાવી પોતાના નામ દૂષ્યંત અણદૂભા જેશલ (રહે. આશોપાલવ શેરી. 02, રેલનગર) ગીરીરાજદાન અશોકદાન ઇસરાણી (રહે. અમૃત પાર્ક 1/02 બ્લોક નં. 90, રેલનગર) મહેશ કેસાભાઇ કાલીયા (રહે. સેન્ટ્રલ ન,જેલ બ્લોક નં. બી.03, પોપટપરા) અને ભાવીક ચાવડાને ઝડપી તપાસ કરતા ચારેય પીધેલા હોવાનું માલુમ પડયુ હતુ. તેઓને ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી પીધેલાનો ગુનો નોંધ્યો હતો, ચારેયનો લોકઅપમાં રાત વિતાવવી પડી હતી. આ ઘટનામાં ઝડપાયેલા ગીરીરાજદાન અને મહેશ કાલીયા બંન્ને રાજકોટ જેલના સિપાહી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.