કાથરોટા ગામની સીમમાં વીડીમાં જુગાર રમતા ચાર પતાપ્રેમી ઝબ્બે
રાજકોટ તાલુકાના કાથરોટા ગામની સીમમાં વીડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના કોન્સ. સંજય બારોટ, દેવા ધરજીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કાથરોટા ગામની સીમમાં સુખાભાઇ કુકડીયાની વાડી પાસે વીડીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા સુખા કડવાભાઇ કુકડીયા, દેવા ભનુભાઇ બાવળીયા, ભીખુ લાધાભાઇ બાવળીયા અને વાલજી ભાણાભાઇ પરાલીયાને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.15100ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર જુની બેડીપરા પોલીસ ચોકી નજી લાલપરી તરફ રસ્તે એક શખ્સ કારમાં બેઠા બેઠા સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા તે શખ્સે કાર ભગાવતા ધુળના ઢગલાને ટપાડતા કાર રોકાઇ ગઇ હતી જેથી પોલીસે કાર ચાલક કરમણ ગેલાભાઇ મુંધવા (રે.નવાગામ, મામાવાડી)ની ધરપકડ કરી પુછપરછ કરતા તે આઇપીએલ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું ખુલતા પોલીસે રૂા.4250ની રોકડ અને મોબાઇલ મળી કુલ રૂા.10200નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.