For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના ચાર વેપારીઓએ સાવરકુંડલાની પેઢી સાથે 4.41 કરોડની ઠગાઇ કરતા ફરિયાદ

04:07 PM Oct 10, 2024 IST | Bhumika
રાજકોટના ચાર વેપારીઓએ સાવરકુંડલાની પેઢી સાથે 4 41 કરોડની ઠગાઇ કરતા ફરિયાદ
Advertisement

સાવરકુંડલામા આવેલ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી પાસેથી ચાર શખ્સોએ કપાસની 3200 ગાંસડીની ખરીદી કર્યા બાદ બાકી નીકળતા રૂૂપિયા 4.41 કરોડ ન ચુકવી ઠગાઇ કરતા આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

રાજુલાના બર્બટાણામા રહેતા પરેશભાઇ બચુભાઇ હડીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેએા મહાવીર કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી ધરાવે છે.રાજકોટના સિધ્ધનાથ કોટેક્ષ પ્રા.લીના ડાયરેકટરો અને વહીવટદારો ભાલાળા દર્શનભાઇ રમણીકભાઇ, રમણીકભાઇ ચકુભાઇ, લુણાગરીયા વિરેન સુરેશભાઇ અને સુરેશભાઇ ગોવિંદભાઇ નામના વેપારીઓએ દલાલો મારફતે અલગ અલગ તારીખ કુલ 3200 કપાસની ગાંસડીઓ કિમત રૂૂપિયા 8,66,40,267નો માલ 15 દિવસે પેમેન્ટ ચુકવણી કરવાના વિશ્વાસ સાથે ખરીદી કરી હતી.

Advertisement

જો કે સમય મર્યાદામા નાણાની ચુકવણી કરી ન હતી. અવારનવાર ઉઘરાણી કરતા આ વેપારીઓએ કટકે કટકે રૂૂપિયા 4,24,57,420ની ચુકવણી કરી હતી. જો કે બાદમા બાકીના લેવાના નાણા રૂૂપિયા 4,41,82,847 ન ચુકવી ઠગાઇ કરી હતી. આ શખ્સો પોતાની પેઢી તેમજ રહેણાંક બંધ કરીને નાસી ગયા હતા. બનાવની વધુ તપાસ પીઆઇ પી.એલ.ચૌધરી ચલાવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement