જૂનાગઢના ચાર બુટલેગરોની ‘પાસા’ હેઠળ અટકાયત
જૂનાગઢમાં એ ડીવીઝન તથા સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં સંડોવાયેલ કુલ 4 બુટલેગરો વિરૂૂધ્ધમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ આર.કે.પરમાર તથા સી ડીવીઝન પોલીસ સ્ટેશન પીઆઇ વત્સલ સાવજ તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેક્ટર અનીલ રાણાસિયા તરફ પોલીસ અધિક્ષક મારફત મોકલતાં, જિલ્લા કલેકટર દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત દારૂૂના કેસોમાં સંડોવાયેલ કુલ-4 બુટલેગરો વિરુધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.
જે પાસા વોરંટ ઈસ્યુ થયા બાદ પાસા વોરન્ટના આરોપીઓ અંગે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્ચના માધ્યમથી તપાસ ક2તા ઉપરોકત ઇસ્યુ થયેલ પાસા વોરન્ટના આરોપીઓ પોતાના રહેણાંક મકાને હોવાની બાતમીના આધારે ટીમ બનાવી (1)રામા રૂૂડા કરમટા, ઉ.વ.23 રહે, સંજયનગર, ગ્રફિડ મીલ પાસે, નકલંકપરા, શ્રી નિવાસ, જૂનાગઢ ખાતેથી (2) હરદાસ ભુપત વંશ, ઉ.વ.45 રહે. જૂનાગઢ, દોલતપરા, જી.આઇ.ડી.સી.-2, વોકળાના પુલ પાસેથી આરોપી (3) અમરા સાજણ કોડીયાતર, ઉ.વ.33 રહે. પંચેશ્વર વિસ્તાર, જૂનાગઢ તથા (4) બાવન ભુપતભાઇ વંશ, ઉ.વ.45 રહે. જૂનાગઢ, દોલતપરા, જી.આઇ.ડી.સી., વોકળાના કાંઠે વોકળાના પુલ પાસે આવેલ તેના રહેણાંક મકાનેથી આમ આ ચારેય બુટલેગરો હાજર મળી આવતા આજરોજ ધોરણસર અટક કરી આરોપી રામા રૂૂડા કરમટા ને રોન્ટ્રલ જેલ, વડોદરા તથા હરદાસ ભુપત વંશ ને સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત અને આરોપી અમરા સાજણ કોડીયાતર ને રોન્ટ્રલ જેલ, વડોદરા તથા આરોપી બાવન ભુપત વંશ ને રસેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ પોલીસની ઓચિંતી કડક કાર્યવાહી ને લઈને દારૂૂના બુટલેગરોમાં કંપારી છુટી જવા પામી છે.