શેઠનગરના ઝૂંપડામાં મહિલાની હત્યાના પ્રકરણમાં દિયર-દેરાણી સહિત ચાર પકડાયા
શહેરના જામનગર રોડ પર આવેલા શેઠનગર સામે ઝુપડામા રહેતી ભાવના અરજણભાઇ વાજેલીયા (ઉ.વ. 30) ગયા શુક્રવારે ઇજાગ્રસ્ત હાલતમા સિવિલ હોસ્પીટલે ખસેડાઇ હતી જયા સારવાર દરમ્યાન તેમનુ મોત નિપજતા તેમનુ ફોરેન્સીક પીએમ કરવામા આવ્યુ હતુ.
આ પીએમ રીપોર્ટમા મહીલાનુ મોત માર મારવાથી થયાનો અભિપ્રાય આવતા પોલીસે મૃતકના સબંધીની ફરીયાદ પરથી દિયર - દેરાણી સહીત પાંચ શખ્સો વિરુધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ ગોહીલ, હેડ કોન્સ. મશરીભાઇ ભેટારીયા, હંસરાજભાઇ ઝાપડીયા, શબીરભાઇ મલેક, પ્રદિપભાઇ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા અને મહીલા કોન્સ. મિરાલીબેન કપુરીયા સહીતના સ્ટાફે બાતમીના આધારે શૈલેષ વિનુ વાજલીયા (ઉ.વ. ર0), નીરા નીતીનભાઇ વાજલીયા (ઉ.વ. ર1), કિરણબેન શૈલેષભાઇ વાજલીયા અને નીતીન ઉર્ફે નીતેશ મનુભાઇ વાજલીયા (ઉ.વ. રર) રહે બધા જામનગર રોડ શેઠનગરની સામે ઝુપડામા) ની ધરપકડ કરી હતી. આ ઘટનામા આરોપીઓની પુછપરછમા જાણવા મળ્યુ હતુ કે મૃતક ભાવનાએ ફરીયાદી સાથે દિયર વટુ વાળ્યુ હોય જેથી આરોપીઓ દિયર અને દેરાણીઓ થતા હોય અને ફરીયાદીના સગા તેમજ કૌટુબીંક ભાઇ ભાભીઓ થતા હોય જેથી આરોપીઓની સમાજ તેમજ કુટુંબમા બદનામી થઇ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ધોકાના ઘા અને કેબલથી માર મારી ભાવનાબેનની હત્યા કરી હતી. આજે તમામ આરોપીઓને રીમાન્ડ માટે કોર્ટ હવાલે કરાશે તેવુ જાણવા મળ્યુ છે.