ચોટીલા જુના બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ચોટીલા પોલીસે બાતમીના આધારે જૂના બસસ્ટેન્ડનાં ગ્રાઉન્ડમાં રમાતા જુગાર ઉપર છાપો મારતા નાસભાગ મચી ગયેલ જો કે બે ઇસમો નાસી છુટયા હતા પણ ચાર જુગારીઓ રૂૂ. 25.210 ના મુદ્દામાલ સાથે ઝડપાતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન જૂના બસસ્ટેન્ડ ગ્રાઉન્ડમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળે તીનપત્તી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
હકીકત આધારે પીઆઈ, આઇ.બી.વલવી તથા સ્ટાફના સી.એમ.ગમારા, રાજભા, રવીરાજભાઈ, સુખદેવસિંહ સહિતનાએ દરોડો પાડતા નાસભાગ મચી ગયેલ હતી જેમા બે શખ્સો ભરતભાઇ સતાભાઈ વાઘેલા અને સામતભાઇ છનાભાઇ નાસી છુટયા હતા પરંતુ પોલીસનાં હાથે ઘેટીભાઇ હસુભાઇ કોરડીયા,હરેશભાઇ નથુભાઇ રાઠોડ, અમીનભાઇ આદમભાઇ સંધી, મનીષભાઇ નાથાભાઈ વાઘેલા રે તમામ ચોટીલા વાળા રૂૂ. 15,510 તથા મોબાઇલ નંગ-2 રૂૂ.10,000 મળી કુલ રૂૂ.25,510/-ના મુદામાલ સાથે ઝડપાઇ જતા તમામ વિરૂૂદ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.શહેરનાં ચોક્કસ વિસ્તારમાં ફોર વ્હીલ અને ટૂ વ્હીલર દ્વારા ઇગ્લીશ દારૂૂનાં ચોક્કસ પોઇન્ટ ઉપર થી વેચાણ થતું હોવાની તેમજ ધોરાજી પંથકનાં નામચીન બુકી દ્વારા સમયાંતરે મોટો જુગાર રમતા પંટરો બહારથી લાવી આ વિસ્તારમાં ચોક્કસ સ્થાનિકોને સાથે રાખી ખેલ ખેલવામાં આવતો હોવાની પણ ચર્ચા છે જે અંગે પણ પોલીસ તપાસનાં ચક્રો ગતિમાન કરી કડક કાર્યવાહી કરવાની જરૂૂરીયાત હોવાનું લોકો કહી રહ્યા છે.