જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્ત
જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દઈ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રૂૂપિયાની માંગણી કરી આપઘાતની ફરજ પાડવાના ગુનામાંવડોદ ગામના સરપંચ સહીત ચાર શખ્સને અદાલતે જામીન પર છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જસદણના વડોદ ગામે રહેતા માલાભાઈ ભખાભાઈ ચાવડા નામના વૃધ્ધએ પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પુત્રવધુ અને આશાવર્કર ભારતીબેન પ્રવીણભાઈ ચાવડાએ વડોદ ગામના સરપંચ હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી, જલાભાઈ ભોળાભાઈ ઓળકીયા અને સંજયભાઈ જાગાભાઈ રોજાસરા સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ત્રણ માસ પૂર્વે એક મહિલાએ મારા સસરા માલાભાઈ ચાવડા (ઉ.વ.65) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
જે ગુનામાં સસરા એક માસ બાદ જામીન પર છૂટ્યા બાદ ગત તા. 25-06-2025 ના વાડીએ મારા સસરા એ ઝેરી દવા પી લેતા બેભાન હાલતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. અગાઉ મારા સસરા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર મહિલાએ આશરે એક લાખ રૂૂપિયા પણ પડાવ્યા હતા. મહિલા સહીત ચારેય શખ્સોએ અમારી સાથે જાતિગત ભેદભાવ રાખી મારા સસરા ઉપર ખોટી ફરિયાદ કરી હોય અને મારા સસરાને જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ લોકોએ મારા સસરાનો વિડીયો બનાવેલ અને મારા સસરાને ફીટ કરવાની ધાક ધમકી આપતા હોય સસરા માનસિક રીતે થાકી ગયેલ હતા. સસરાની આબરૂૂને ધક્કો લાગેલો હોય જેથી તેમણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
પોલીસે ચારેયની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા બાદ ચારેય શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરતા જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટની દલીલ ધ્યાને લઈ અદાલતે ચારેય શખ્સોને જામીન પર છોડી મૂકવા હુકમ કર્યો છે બચાવ પક્ષે યુવા એડવોકેટ તરીકે ગૌરાંગ ગોકાણી વૈભવ કુંડલીયા શિવરાજસિંહ જાડેજા અને લીગલ આસિસ્ટન્ટ તરીકે જયદીપ ગઢીયા રોકાયા હતા.
