ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડ પંથકમાં ખનીજ ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને ત્રણ વર્ષની જેલ

11:30 AM Feb 28, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત દ્વારા આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૂૂપિયા 60 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ભાણવડ તાલુકાના ઘુમલી-મોખાણા રોડ પર ગત તારીખ 10 મે 2019 ના રોજ માઇન્સ સુપરવાઇઝર કે.પી. ભાટિયા દ્વારા તેમની ટીમ સાથે કરવામાં આવેલી વાહનોની તપાસમાં અહીંથી પસાર થતાં જી.જે. 11 વાય. 9907 અને જી.જે. 10 એક્સ. 6177 નંબરના બે ટ્રક ને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટ્રકોમાં બિનઅધિકૃત રીતે બિલ્ડિંગ લાઈમ સ્ટોન (બેલા પથ્થર) લઈ જવાતા હોવાનું ખુલવા પામ્યું હતું.

આથી આ પ્રકરણમાં 9907 નંબરના વાહનમાંથી તેના માલિક જેઠા લખમણ કોડિયાતર (રહે. પાછતર, તા. ભાણવડ) તેમજ ચાલક બાબુ જેતા મોરી દ્વારા 25 મેટ્રિક ટનના 800 નંગ બિલ્ડીંગ લાઈન સ્ટોન અનઅધિકૃત રીતે લઈ જવાતા હોવાથી આ પ્રકરણમાં રૂૂપિયા સવા લાખની કિંમતના આ બેલા પથ્થર તેમજ પર્યાવરણને થયેલી નુકસાની મળી, રૂૂ. 2.28 લાખની ખનીજ ચોરી કરાયેલું જાહેર થયું હતું.

આ સાથે અન્ય વાહન નંબર 6177 ના માલિક ક્રિપાલસિંહ જાડેજા (રહે. પટેલ સમાજ પાસે, ભાણવડ) તેમજ ચાલક રાડા ગોગન ખીમા દ્વારા પણ તેના વાહનમાં 800 નંગ બિલ્ડીંગ લાઈમ સ્ટોન લઈ જવાતા આ પ્રકરણમાં પણ કુલ રૂૂપિયા 2.28 લાખની ખનીજ ચોરી થયાનું જાહેર થયું હતું.

આ અંગે ઉપરોક્ત તમામ આસામીઓ સામે ભાણવડ પોલીસ મથકમાં જે-તે સમયે આઈ.પી.સી. કલમ તેમજ માઈન્સ એન્ડ મિનરલ એક્ટ વિગેરે હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી.

જે અંગેનો કેસ ખંભાળિયાની નામદાર એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટના ચાલી જતા જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ફરિયાદી મામલતદાર (માઈન્સ સુપરવાઇઝર ઇન્ચાર્જ) તેમજ ભાણવડના મામલતદાર દ્વારા તપાસમાં આપેલી વિગતવારની જુબાની તેમજ સાક્ષીઓના નિવેદન, રોજકામ, કબજે કરેલા મુદ્દામાલ વિગેરે સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા તમામ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તેમજ દરેક આરોપીઓને રૂૂ. 15 હજાર મળી, કુલ રૂૂપિયા 60 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Tags :
BHANVADBhanvad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement