વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવકને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપીનો છુટકારો
શહેરના સહકાર સોસાયટીમાં રહેતા ભાવીકભાઈ મનોજભાઈ મંડીર ઝેરી દવા પી લેતા હોસ્પિટલે દાખલ કરેલ હતા, જ્યાં તેણે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું જણાવી ભક્તિનગર પોલીસ સમક્ષ આરોપી અમ2ભાઈ કાનજીભાઈ પટેલ, મયુરભાઈ લક્ષ્મીશંકર દવે, કશ્યપભાઈ ગુણવંતભાઈ રાજયગુરૂૂ, ગુણવંતરાય રવિશંકર રાજયગુરૂૂ, વિમલભાઈ ભીખુભાઈ ચાઉ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેમાં ભાવિક મંડીરે જણાવ્યા મુજબ, તેને ધંધામાં નાણાંની જરૂૂર પડતાં ગુણવંતરાય રાજ્યગુરુ પાસેથી વ્યાજે લીધેલા રૂૂપિયા બે લાખ દર માસે રૂા.50,000 લેખે પરત કરી દીધા છતાં તેના પુત્ર કશ્યપ રાજ્યગુરુએ ઘરે આવી ધમકી આપી જતો, બાદમાં મિત્ર વિમલ ચાઉં પાસેથી રૂૂપિયા ત્રણ લાખના ચાર લાખ આપવાની શરતે વ્યાજે લેવડાવી રૂૂપિયા કશ્યપ તથા ગુણવંતરાયે લઈ લીધા હતા.
બાદમાં પોતે રૂૂપિયા ન ચૂકવી શકતા આરોપી વિમલભાઈ, કશ્યપભાઈ તેના મિત્ર મયુરભાઈએ અમરભાઈ પટેલનો કોન્ટેક કરાવી કોરા ચેકમાં સહીઓ કરાવી રૂૂપિયા 9 લાખના વધુ 11 લાખ 22 ટકા જેટલા વ્યાજે ચુકવવાની શરતે આપ્યા હતા. આ રૂૂપિયા ભાવિકભાઈએ વિમલભાઈને વ્યાજ સહિત ચુકવી આપેલ તેમ છતા રૂૂપિયાની ઉધરાણી કરતા હોય, તેમજ અમરભાઈ, મયુરભાઈ તથા કશ્યપભાઈ ધાક ધમકીઓ આપી સતામણી કરી જો રૂૂપિયા નહી આપે તો હથિયારો દેખાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય જે બધાની ધમકી અને ત્રાસથી કંટાળીઝેરી પાવડર પી લીધેલ હોવાની હકિકતો જણાવી હતી. તપાસ કરીને પોલીસે ચાર્જશીટ રજુ કરેલુ હતું.જેમાં આરોપી અમરભાઈ કાનજીભાઈ પટેલે હાઈકોર્ટમાં કરેલી કવોશીંગ પીટીશન મંજુર કરતા ટ્રાયલ કોર્ટે આરોપી અમ2ભાઈ કાનજીભાઈ પટેલ વિરૂૂધ્ધનો કેસ આગળ ચલાવેલ ન હતો.બાકીના આરોપીઓ વિરૂૂધ્ધનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલવા માટે આવતા કોર્ટ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમા આરોપીઓ તરફે અભય ભારદ્વાજ એન્ડ એસો.નાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ 52મા2, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ વિગેરે રોકાયા હતા.