પાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તો
રાજકોટમાં ત્રણ અલગ-અલગ સ્થળે બુટ, ચંપલ, દવા, કપડા વગેરેના પાર્સલની ડિલીવરી કરવા ગયેલા ડિલીવરી બોયના બાઇકમાં રહેલા રૂૂા.15,500ની કિંમતના પાર્સલોની ચોરી કરવાના ગુનાનો ભેદ તાલુકા પોલીસે વિવેક જાદવભાઈ શીયાળ (ઉ.વ. 19, રહે. બળધુઈ, તા. જસદણ)ની ધરપકડ કરી હતી.તાલુકા પોલીસે આ મામલે સોહમ મુકેશભાઈ અઘેરા (ઉ.વ. 18, રહે. માયાણીનગર, કર્વાટર, ખીજરાવાળા રોડ)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદીએ જણાવ્યું કે,ગઈ તા.27નાં તે બાઈક લઈ લક્ષ્મીનગરમાં તેની ઓફિસેથી 32 જેટલા પાર્સલ થેલામાં લઇ ડીલીવરી કરવા ગયો હતો. 18 જેટલા પાર્સલની ડિલીવરી કર્યા બાદ સ્પીડવેલ ચોક નજીક આવેલા પ્રદ્યુમન એસ્પાયર એપાર્ટમેન્ટમાં ડિલીવરી કરવાની હોવાથી તે એપાર્ટમેન્ટના ગેઈટ પાસે સ્કૂટર પાર્ક કરી ડિલીવરી કરવા ગયો હતો.જ્યારે બાકીના 14 જેટલા પાર્સલનો થેલો બાઈકમાં રાખ્યો હતો તે એપાર્ટમેન્ટમાં ડિલીવરી કરી પરત આવતા સ્કૂટર પર રાખેલા પાર્સલનો થેલો જેમાં રૂૂા.8 હજારની કિંમતના બુટ, ચપલ, કપડા વગેરે હતા.તે જોવામાં નહીં આવતા ઓફિસમાં જાણ કરી હતી ત્યારબાદ તેને મયુરભાઈ ચાવડા અને ઉમંગસિંહ પરમાર મળ્યા હતા. તેણે પણ આવી જ રીતે પોતાના પાર્સલો કે જેમાં 6,500ની મત્તાનો સામાન હતો તે પાર્સલ મવડી પોલીસ હેડ ક્વાર્ટર નજીક વસંત વાટિકા. પાસેથી અને જીવરાજ પાર્ક નજીકથી ડિલીવરી વખતે ચોરી થયાનું જણાવતા ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે ગુનો દાખલ કરી પીઆઇ ડી.એમ.હરિપરા,હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, શિવભદ્ર સિંહ ગોહિલ અને બલભદ્રસિંહ જાડેજા સહિતની બાતમીના આધારે નવા 150 ફૂટ રીંગ રોડ પરથી આરોપી વિવેક શીયાળને પકડી બુટ, ચંપલ વગેરે અલગ અલગ આઈટમો અને બાઈક મળી કુલ રૂૂા.55,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.પોલીસમાંથી જાણવા મળ્યું કે આરોપી બધા પાર્સલ ખોલી મિત્ર સર્કલ અને ઓળખીતાઓમાં વેંચી રોકડી કરવાનો પ્લાન હતો જોકે તે ઘરેથી વેંચવા નીકળે તે પહેલાં જ તેમને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે જણાવ્યુ કે આરોપી અગાઉ પાર્સલ ડીલેવરી કરતો હતો અને ત્યાનો પુર્વ કર્મચારી હતો તેમણે પાર્સલ ચોરી કર્યા બાદ એક પાર્સલ કસ્ટમરને ડીલીવર કરી પૈસા લઇ ગામડે ભાગી ગયો હતો તેમજ આરોપી કેસ ઓન ડીલેવરીવાળા પાર્સલ કસ્ટમરને ડીલીવર કરી પૈસા હડપ કરી લેવાનો હતો .