ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યા

05:25 PM Sep 03, 2025 IST | Bhumika
Advertisement

કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટે ઇ મેઇલ આઇડીનો એકસેસ મેળવી ડેટા ચોરી લીધો: આરોપીને સકંજામાં લેવા તજવીજ

Advertisement

રાજકોટની પ્રોમોકાશ કંપનીનું ઈ-મેઈલ આઈડી અને ડેટા હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગતા સાયબર પોલીસ મથકમાં ગુનો નોંધાતા તપાસનો ધમધમાટ શરૂૂ થયો હતો. કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટ અનંત કોબીયાએ ઇમેઇલ આઇડીનો એક્સેસ મેળવી ડેટા ચોરી લઈ ડાયરેકટને રૂૂબરૂૂ મળી 80 લાખની માંગણી કરી ડેટા વાયરલ કરવાની ધમકી આપી હતી.બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર ચંદ્રપાર્ક-02, શેરી નં.14 માં રહેતા
કૈલાશભાઇ અરવીંદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનંત વાઘજી કોબીયાનું નામ આપતાં સાયબર ક્રાઇમની ટીમે બીએનએસ એકટ 308(3), 351(2) અને આઈટી એકટ હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ધરી હતી.

વધુમા ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રોમોકાશ આઉટ સોસીંગ લીમીટેડ કંપનીના ડાયરેકટર છે અને પ્રોમોદભાઇ બાબુભાઇ યાદવ પણ તેઓની સાથે ડાયરેકટર છે. આ કંપની 150 ફૂટ રિંગરોડ પર મવડી સર્કલ આર.કે.એમ્પાયર 926 ખાતે આવેલ છે. જેમા ફરીયાદી તેના ભાગીદાર અને અન્ય છ લોકોનો સ્ટાફ બેસી લેબર સપ્લાયનુ કામ કરે છે.તેઓની કંપનીના Kailash. prajapati pramokash.com નામનું મેઇલ આઇડી વપરાશ કરે છે.ગઇ તા.27/06ના તેઓ કંપનીએ હતો ત્યારે બપોરે 12:30 વાગ્યે તેમના મોબાઇલમા સ્ક્રીન ઉપર એક નોટીફીકેશન આવેલ જેમા તેઓનું મેઇલ આઇડી અન્ય કોઇ ડીવાઇઝમા લોગીન થયેલ હોવાનુ નોટીફીકેશન આવેલ હતું. ત્યારબાદ તે આઇડી પોતાના ફોનમા લોગીન કરતા તે લોગીન થતુ ના હોય અને હેક થયેલ હોય તેવુ જણાયેલ હતુ.

થોડાક દિવસો બાદ અનંત કોબીયા નામના કંપનીના જુના કર્મચારી સોરઠીયા વાડી સર્કલ પાસે મળેલ અને તેમણે મને કહેલ કે, મે તારી કંપનીના ઇ-મેઇલ આઇડી હેક કરેલ છે, જો તારા આ આઇડી તથા કંપનીનો ડેટા પાછો જોઇતો હોય તો તારે મને રૂૂ.80 લાખ આપવા પડશે અને જો રુપિયા નહી આપીશ તો તમારી કંપનીનો ડેટા વાયરલ કરી દઈશ.

ઉપરાંત ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓની કંપનીમા આશરે ત્રણ વર્ષ પહેલા નોકરી કરતા અનંત વાઘજી કોબીયા જેઓ કંપનીમા એકાઉન્ટન્ટ તથા એચ.આર. તરીકે નોકરી કરતા હતા, તેઓએ ફરીયાદીની જાણ બહાર કપટથી મેઇલ આઇડી હેક કરી કમ્પ્યુટરમા રહેલ આ કંપનીનો ડેટા વાઇરલ કરવાની ધમકી આપી બ્લેક મેલ કરતા ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ આદરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement