For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા યાર્ડમાં પેઢીમાં થયેલ પાંચ લાખની ચોરીમાં પૂર્વ કર્મચારી ઝડપાયો

12:29 PM Dec 23, 2024 IST | Bhumika
હાપા યાર્ડમાં પેઢીમાં થયેલ પાંચ લાખની ચોરીમાં પૂર્વ કર્મચારી ઝડપાયો

એલસીબીની ટીમે તે જ વેપારીને ત્યાં કામ કરી ચૂકેલા પૂર્વ કર્મચારીને પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધો

Advertisement

જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક વેપારી પેઢીમાં પરમદીને રાત્રિ દરમિયાન રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી, જે ચોરી નો ભેદ ગણતરીના કલાકોમાં જ એલસીબી ની ટુકડીએ ઉકેલી નાખ્યો છે, અને તે જ પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા એક પૂર્વ કર્મચારીને પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધો છે. જેની સાથે એક ટાબરીયો પણ ચોરીમાં સામેલ હોવાથી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર નજીક દડીયામાં રહેતા અને હાપા માર્કેટિંગ યાર્ડમાં સંજય ટ્રેડિંગ કંપની નામની પેઢી ચલાવતા ભરતભાઈ મનસુખભાઈ નંદા ની પેઢીમાંથી પરમદીને રાત્રિ દરમિયાન કોઇ તસ્કરો વેપારની રાખેલી રૂૂપિયા પાંચ લાખ ની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.

Advertisement

જે ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટુકડી તપાસમાં જોડાઈ હતી, અને પેઢીમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા વગેરે ચેક કર્યા હતા, તેમ જ કેટલાક પુરાવાઓના આધારે તેજ પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા અને હાલ હાપા ખારી વિસ્તારમાં રહેતા તેમજ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા શંકર રમેશભાઈ ધાધરપરા નામના શખ્સની અટકાયત કરી લીધી હતી, અને તેની પાસેથી રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમ એક એકટીવા સ્કૂટર તેમજ મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા.

પોલીસની પૂછ પરછ દરમિયાન પોતે અગાઉ જ્યારે આ પેઢીમાં કામ કરતો હતો, ત્યારે પોતે જાણતો હતો કે વેપારી દ્વારા પોતાની પેઢીમાં રોકડ રકમ રાત્રિના સમયે રાખી મુકવામાં આવે છે, અને જેને લોક કર્યા પછી ચાવી પણ એક સ્થળે સંતાડીને રાખવામાં આવે છે.

જયારે તેઓની ઓફિસનો પાછળનો દરવાજો પણ ખુલ્લો રહે છે, જે સમગ્ર જાણકારી ના આધારે પરમદીને રાત્રિના પોતે ચોરી કરવા ઘુસ્યો હતો.

જેણે પોતાના માથા પર ચાદર ઢાંકીને રાખી હતી, અને સીસીટીવી કેમેરા વગેરે ક્યાં લગાવેલા છે, તે જાણતો હોવાથી પોતાનું મોઢું- ચહેરો વગેરે સંતાડીને અંદર ઘુસ્યો હતો, અને રોકડ રકમ ની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો.
પરંતુ એલસીબી ની તપાસના અંતે તેને ઝડપી લીધો હતો. જેની સાથે એક ટાબરીયો પણ ચોરી કરવા માટે સાથે આવ્યો હોવાથી પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement