ધાંગધ્રામાં કેમિકલ કાંડમાં ફરાર શહેર ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર યુવરાજનું નામ ખુલ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો ગત 6 માર્ચના રોજ તાલુકા પોલીસે 3.30 લાખનુ કેમીકલ. અને બેરલ સહિત નો મુદ્દામાલ જડપી આરોપી વિશાલસિંહ ફતેસિંહ જાડેજા ફરાર થઈ ગયો હતો ત્યારે તાલુકો પોલીસમાં ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 16 માર્ચના રોજ વિશાલ જાડેજા ને પોલીસે ઝડપી લેતા પોલીસ દ્વારા સંઘર્ષ તપાસ અને પૂછપરછ કરાતા વધુ એક આરોપી યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા નું નામ કેમિકલ કાંડમાં બહાર આવ્યું છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જખઈ એ 83 લાખ થી વધુ રૂૂપિયાનો કેમિકલ નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો તેમાં પણ મુખી આરોપી તરીકે યુવરાજસિંહ સામીલ હતો અને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે પર લાંબા સમય થી ગેરકાયદે ધંધા ધમધમી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા ફેબ્રુઆરી મહિનામાં 83 લાખ થી વધુ નો કેમીકલ નો,જથ્થો એસએમસી દ્વારા જડપી પાડવામાં આવેલ હતો, જેમ યુવરાજસિંહ કિરીટસિંહ જાડેજા મુખ્ય આરોપી હતો તે ફરાર થઈ ગયો હતો જેમાં રેન્જ આઇ જે દ્વારા તાલુકા પીઆઈ ડી ડી ચાવડા સસ્પેન્ડ થયા તેની સાહી સુકાઇ નથી ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગત 6 માર્ચના રોજ કંટાવા પાસે આવેલી વાડીમાં રેડ પાડતા વાડીની ઓરડીમા કેમીકલ ભરેલા લા મોટા કેરબા 12 નાના કેરબાબેરલ 30 કેરબા સહીત કુલ3.30 લાખનો મુદ્દામાલ જડપી પાડવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવેની હોટલો પર કેટલાક સમયથી આ ગેરકાયદે ધંધા ઘમધમે છે
ધ્રાંગધ્રા અમદાવાદ અને કચ્છ હાઈવેની હોટલ પર દારૂૂ ડ્રગ કેમીકલ. ડીઝલ પેટ્રોલ. લોખંડ. ગ્યાસ રીફીલીગ. સીમેન્ટ. ભંગાર સહીત ની વસ્તુઓ ની ચોરી અને હેરાફેરી નું કામ પોલીસ તંત્રની મીઠી નજર નીચે ચાલે છે ત્યારે આમ હોટલની આડમાં ગેરકાયદે ના ધંધા નો કારોબારી ધમધમી રહ્યો છે તે તો આરોપી પકડે પછી જ બધું વિગતો બહાર આવશે..
-