ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ
ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમા પોલીસે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાની ધરપકડ કરી રૂૂ.68,090નો મુદ્દમાલ કબજે કર્યો હતો.
ઉપલેટા ઢાંકની ગારી ગોકુલ બંગલોમા રહેતા સોનલબેન ધનજીભાઇ ધેડીયા પોતાના રહેણાક મકાન માં થી જુગાર રમાડતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી સોનલબેન ધનજીભાઇ ધેડીયા, સાથે ઉપલેટા વેસ્ટન પાર્ક બ્લોક નં-1માં રહેતી મંજુલાબેન ઉર્ફે કેતુ નરેન્દ્રભાઇ જીલકા, ઉપલેટા કાળાનાલા પાસે રાજમોતી પાન પાસે રેહતી મીનાબેન વસંતભાઇ કોરાટ, કે.જી સોલંકી સ્કુલની પાસે રહેતી પારૂૂલબેન સુરેશભાઇ રાઠોડ, ઉપલેટા માવાણી પાન વાળી શેરીમાં રહેતી સવીતાબેન વલ્લભભાઇ વાગડીયાની ધરપકડ કરી રૂૂ.68,090ની રોકડ, 4 મોબાઇલ સહીત કુલ રૂૂ.88,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપલેટા પોલીસ સ્ટેશનના પી. આઈ બી.આર. પટેલ, પીએસઆઈ એસ.પી.ભટ્ટ તથા એ.એસ.આઈ. ડી.પી.કટોચ તથા પ્રો.એ.એસ.આઈ. નેહાબેન જોટાણીયા,મહીપતભાઈ જાંબુકીયા,નૈયદીપભાઈ વાણીયા, શરીફાબેન સેતા દ્વારા કામગીરી કરી હતી.