ચુનારાવાડમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા ઝબ્બે
03:38 PM Apr 29, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરમાં થોરાળા વિસ્તારમાં ચુનારાવાડમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલાને ઝડપી 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
Advertisement
થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, પ્રકાશભાઇ ચાવડા અને સ્ટાફે બાતમીને આધારે દરોડો પાડી ચુનારાવાડ શેરી નં.2માં ટીનુબેન ચૌહાણના મકાન પાસે જુગાર રમતા ટીનુબેન કાળુભાઇ ચૌહાણ, રતનબેન માનસીંગ સોલંકી, મીનાબેન રણજીતભાઇ ટાંક, મીનાબેન વિજયભાઇ રાઠોડ અને રમાબેન ગોરધનભાઇ જંજવાડીયાને પકડી રૂા.10260 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Next Article
Advertisement