ગીર સોમનાથમાં ગેરકાયદે ફટકડા વેચતા પાંચ વેપારીની ધરપકડ
ડીસામાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે.ત્યારે ગીર સોમનાથમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા પાંચ વેપારીની પોલીસે ધરપકડ કરી રૂૂ. 4.18 લાખનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ ગીર સોમનાથમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા વેપારીઓને ત્યાં પોલીસે તપાસ કરતા લાયસન્સ વિના ફટાકડા વેચતા પાંચ વેપારીઓ પોલીસ ઝપડે ચડી ગયા હતા જેમાં દીલીપભાઇ નાનુભાઇ ચૌહાણ, (ઉ.વ.42, ધંધો વેપાર, રહે.ઉના રામનગર ખારામાં), ભાવેશભાઇ ભાનુશંકરભાઇ પુરોહિત (ઉ.વ.48, ધંધો વેપાર, રહે.ઉના ગીરગઢડા રોડ),પરસોતમભાઇ મનસુખભાઇ બારૈયા, (ઉ.વ.32, ધંધો હીરાઘસુ, રહે. ગરાળ તા.ઉના) તુલસીભાઇ રાજાભાઈ વાયલુ,( ઉ.વ.40, રહે. વેરાવળ નાના કોળી વાડા) કમલેશભાઇ ચીમનભાઈ કામવાણી, (, રહે.ગીરગઢડા.)ની ધરપકડ કરી રૂૂ.4.18 લાખનો મુદ્દામાલ ક્બ્જ્ર કર્યો હતો. જૂનાગઢ રેંજ આઈજી નીલેશ જાજડીયા અને ગીર સોમનાથ જીલ્લ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ એ.બી.જાડેજા, પીએસઆઈ એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ પરમાર, લાલજીભાઇ બાંભણિયા, નરેન્દ્રભાઇ કછોટ, તથા પો.હેડ કોન્સ. નટુભા બસીયા, ગોવિંદસિંહ વાળા, નરેન્દ્રભાઇ પટાટ, રાજુભાઇ ગઢીયા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્સ. પ્રવિણભાઇ બાંભણિયા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા, તથા પો.હેડ કોન્સ પ્રવિણભાઇ મોરીએ કામગીરી કરી હતી.