For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા

01:35 PM Nov 03, 2025 IST | admin
ઉપલેટાના મોટી પાનેલી ગામે સીમમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા

એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ આર.વી. ભીમાણી અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ભાયાવદર પો.સ્ટે. ના તાબા હેઠળના મોટી પાનેલી ગામની સીમમા રેઇડ કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી 5 આરોપીઓને કુલ રૂૂ 2,52,500/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી સારૂૂ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Advertisement

અટક કરેલ આરોપીઓમાં દીલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. જામજોધપુર તીરૂૂપતી સોસાયટી પાસે, કાયાભાઇ ભોજાભાઇ મુંગાણીયા રહે. જામજોધપુર સ્ટેશન પ્લોટ, મેરાભાઈ કલાભાઇ કલોતરા રહે, જામજોધપુર ખારાવાળ પ્લોટ, ધર્મેન્દ્રભાઇ વેલજીભાઇ માકડીયા રહે. જામજોધપુર સ્ટેશન રોડ, મુકેશભાઇ ઝેરામભાઇ કડીવાર રહે. જામજોધપુર વાછાણીની વાવ પાસેનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement