રાજકોટના બિલ્ડર, વેપારી સહિત પાંચ શખ્સો મેંદરડા નજીક ફાર્મમાં દારૂની મહેફીલ માણતા પકડાયા
હરીપુર ખાતેના કુબેર ફાર્મમાં દારૂૂની મહેફીલ માણતા રાજકોટના બિલ્ડર, વેપારી સહિત 5 શખ્સની પોલીસે અટક કરી વિદેશી દારૂૂની 3 ખાલી બોટલ, 6 મોબાઈલ ફોન કબજે લઈ આગળની કાર્યવાહી કરી હતી. 31 ડિસેમ્બર સબબ મેંદરડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઇન્ચાર્જ પીઆઇ એસ. એન. સોનારાના માર્ગદર્શનમાં સાસણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. એ વખતે હરીપુર ગામે આવેલ કુબેર ફાર્મ હાઉસમાં દારૂૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી મળતા દરોડો પાડ્યો હતો.
ફાર્મમાં પ્રથમ ક્વાર્ટરની સામે આવેલ ગાર્ડનમાં નશો કરેલી હાલતમાં ડાન્સ કરતા રાજકોટમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શ્રી બંગ્લોઝમાં રહેતા 25 વર્ષીય બિલ્ડર નિખિલ મહેશ રૈયાણી, તેનો પાડોશી રોહન શૈલેષ વસોયા, રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસેના તિરુપતિ બાલાજી પાર્કમાં રહેતો 22 વર્ષીય વિનીત ઉર્ફે ઉદય સંજય ગાધેર, તેનો પાડોશી 22 વર્ષીય સાહિલ જીતેન્દ્ર નૈના અને રાજકોટમાં મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ ની પાછળ રહેતો ઈમીટેશન નો ધંધો કરતો 22 વર્ષીય જતીન ઉર્ફે ખુશાલ અતુલ ગોહેલને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.
તેમજ ઇંગ્લિશ દારૂૂની 3 ખાલી બોટલ તથા રૂૂપિયા 30,000ની કિંમતના 6 મોબાઈલ ફોન કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.