વિદ્યુતનગરમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા : 13 હજારની રોકડ જપ્ત
04:54 PM Jan 08, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરના રૈયા રોડ પર નયારા પેટ્રોલ પંપની પાછળ આવેલા વિધુતનગર શેરી નં 1 મા આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી લઇ રૂ. 13 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
Advertisement
મળતી વિગતો મુજબ ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવાની એલસીબી ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહીલ, શકિતસિંહ ગોહીલ, ધર્મરાજસિંહ ઝાલા સહીતના સ્ટાફને મળેલી બાતમીના આધારે રૈયા રોડ પર નયારા પેટ્રોલ પંપની પાછળ આવેલા વિધુતનગર શેરી નં 1 મા આવેલા તારેશ્ર્વર મકાનમા દરોડો પાડી જુગાર રમતા ધાર્મીક રમેશ હીરાણી, ચંદ્રકાંત અરુમલ ડોડીયા, યુનુસ કરીમ વડોદરીયા, અલતાફ રહીમ પાધરશી અને હુશેન જમાલ મામટીને પકડી લઇ 13410 રૂપિયાની રોકડ જપ્ત કરવામા આવી હતી.
Next Article
Advertisement