કેશોદના શેરગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
12:59 PM Aug 13, 2025 IST | Bhumika
શ્રાવણ માસમાં જુગાર ની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમો સામે ધોરણસરની કાયેવાહી કરવામાં આવી રહી છે અને તેમાં શેરગઢ ગામે તીનપતીનો જુગાર અમુક ઈસમો રમતાં હોય પોલીસ ને જોઈ આઘાપાછા થવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી જેમના તેમ બેસવાની સુચના આપી પંચો રૂૂબરૂૂમાં પુછપરછ કરતાં ગોપાલભાઈ મંગાભાઈ ચૌહાણ, મહેન્દ્ર ઉર્ફે મહેશ મનુભાઈ વાળા, મિલન ડાયાભાઈ વાળા, દલપતભાઈ રાજશીભાઈ મુછડીયા, અનંતરાય અરજણભાઈ વાળા તમામ રહેવાસી શેરગઢ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડા રૂૂપિયા 6560/- કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement
Advertisement