ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૂરજકરાડીમાંથી યુવાનનું અપહરણ કરનારા પાંચ શખ્સો ઝડપાયા

12:47 PM Sep 17, 2025 IST | Bhumika
Advertisement

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાંથી સોમવારે સાંજના સમયે એક યુવાનનું અપહરણ થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી, પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે આવેલી આશાપુરા ટોકીઝ પાસે એક ઓફિસમાં બેઠેલા યુવાનને બહાર બોલાવી અને તેનું મોટરસાયકલ પર બેસાડીને બળજબરીપૂર્વક અપહરણ થયાનો બનાવ બનવા પામ્યો હતો. જે અંગેની જાણ મીઠાપુર પોલીસને કરવામાં આવતા આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા તાકીદની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ બનાવના અનુસંધાને જુદા જુદા સ્થળોએ સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં યુવાનના અપહરણ બાદ આ મોટરસાયકલ મેવાસા ગામના વાડી વિસ્તાર તરફ ગયું હોવાથી પોલીસ સ્ટાફની કાર્યવાહીમાં આ મોટરસાયકલ મેવાસા ગામના વાડી વિસ્તારના મૂળ રહીશ એવા કિશનભા ભાવુભા માણેકની વાડી પાસે હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી બાદ ભોગ બનનાર યુવાનને ગણતરીના કલાકોમાં સહી સલામત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે બનાવ બન્યાના ગણતરીના કલાકોમાં જ કિશનભા ભાવુભા માણેક (જોધાણી), મેહુલ ઉર્ફે ભૂરો કમલેશ પરમાર, કરમણભા જેઠાભા કારા, ઉમેશભા અજુભા માણેક અને કનૈયા ઉર્ફે કાનો સામરા હાથીયા નામના પાંચ અપહરણકારોની અટકાયત કરી લીધી હતી. પૈસાની લેતી-દેતીના પ્રકરણમાં યુવાનનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ પાસેથી પોલીસે જુદા જુદા ત્રણ મોટરસાયકલ તેમજ પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂૂપિયા 1,51,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે અગાઉ પણ જુદા જુદા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પણ ખુલવા પામ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા, સુનિલભા માણેક, રાજદિપસિંહ ઝાલા, મુકેશભાઈ વાઘેલા અને પરબતભાઈ કંડોરીયા દ્વારા કરવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsKidnappingsurajkaradiSurajkaradi news
Advertisement
Next Article
Advertisement