વઢવાણમાં મહંત સાથે મહિલાનો વીડિયો ઉતારી રૂા.9.45 લાખ પડાવનાર પાંચ શખ્સ ઝડપાયા
વઢવાણ બસ સ્ટેન્ડ રોડ પર મહિલાના ઘરમાં પાંચ શખ્સો ઘુસી મહંત સાથે બળજબરીપૂર્વક છરી બતાવી મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. આરોપીઓએ આ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી 9.45 લાખ પડાવી લીધી હતા. બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીને ઝડપી રૂૂ.9.45 લાખ રિકવર કર્યા હતા.
વઢવાણ બસ સ્ટેન્ડ રોડ પર આવેલી એક હોટલ પાછળ રહેણાંક વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે કોઈ ધાર્મિક જગ્યાના મહંત ઘરે આવ્યા હતા. ત્યારે પાંચ શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી છરી બતાવી બળજબરીપૂર્વક મહિલાનો મહંત સાથે મોબાઈલમાં વિડિયો ઉતારી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસે રૂૂા.9.45 લાખ પડાવી નાસી છુટયા હતા. જે અંગે મહિલાએ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બનાવ સ્થળની આસપાસના અને રસ્તા પરના સીસીટીવી સહિતની મદદના આધારે હર્ષદ રમણલાલ સારલા (રહે.મફતીયુપરૂૂ, વઢવાણ), વિરમ કાળુભાઈ સારલા (રહે.પોપટપરા, સુરેન્દ્રનગર), રોહીત ચકાભાઈ કોરડીયા, રવિ રાજુભાઈ ઝીંઝુવાડીયા અને શૈલેષ ઉર્ફે શક્તિ રમેશભાઈ અઘારાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી રૂૂા.9.45 લાખ પણ રિકવર કર્યા છે. આરોપીઓની પુછપરછ કરતા જણાવ્યું હતું કે મહિલાના ઘરે અવાર-નવાર મહંત આવતા હોવા અંગે રેકી કરી હતી અને મહિલાના ઘરમાં ઘુસી વિડિયો ઉતારી રૂૂપિયા પડાવવાનો પ્લાન ઘડયો હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે ઝડપાયેલ શખ્સો વિરૂૂધ્ધ અન્ય કોઈ ગુના નોંધાયા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.