સાર્વજનિક પ્લોટમાં કાર પાર્ક કરવા મુદે યુવાન ઉપર પાંચ શખ્સો તૂટી પડયા
જુનાગઢમા ઝાંઝરડા રોડ પર આવેલી દિપાલી સોસાયટીમા યુવાને સાર્વજનીક પ્લોટમા પાર્ક કરેલી કાર લેવા જતા પાંચ શખ્સોએ તારા બાપનો પ્લોટ છે ? અહીં તારે આવવુ નહીં તેમ કહી છરી - પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢમા ઝાંઝરડા રોડ પર આવેલી દિપાલી સોસાયટીમા રહેતો જનક દાદભાઇ ચાંડચુર નામનો ર3 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે હતો ત્યારે જયલો, બાવલો અને ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત જનક ચાંડચુરના ઘર પાસે સાર્વજનીક પ્લોટ છે અને તેમા કાર પાર્ક કરી હતી જે કાર લેવા જતા હુમલાખોર શખ્સે ગાળો ભાંડી હતી અને તારા બાપનો પ્લોટ છે ? અહીં તારે આવવુ નહીં તેમ કહી છરી - પાઇપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપના પગલે જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.