બજરંગવાડીમાં જમીન તકરારમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો હમુલો
જામનગર રોડ પર બજરંગવાડીમાં જમીન બાબતે ચાલતા મનદુ:મ વચર્ચ વિરાજ નરશીભાઈ રજવાડીયા (ઉ.વ.19) અને તેના માતા ભાવનાબેન પર તેજ વિસ્તારમાં રહેતાં તેના મોટાબાપુ વિઠ્ઠલ દયારામ રજવાડીયા અને તેના પુત્રો નિલેશ, વિમલ, પરેશ અને ચેતને ગાળાગાળી કરી, ધોકા વડે હુમલો કર્યોની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બજરંગવાડીમાં રહેતા અને બી.કોમ.નો અભ્યાસ કરતા વિરાજ નરશીભાઈ રજવાડીયા (ઉ.વ.19)એ પોલીસને જણાવ્યું કે, તેના પિતા તેજ વિસ્તારમાં ડેરી ચલાવે છે. ગઈકાલે તેના પિતા દૂધ દેવા ગયા હોવાથી ડેરીએ તે બેઠો હતો. તેની સામે પાનની દુકાન ધરાવતા તેના મોટાબાપુનો પુત્ર નિલેશ પોતાની દુકાને બેઠો હતો.
મોટાબાપુ સાથે જમીન બાબતમાં મનદુ:ખ ચાલતું હોવાથી નિલેશ તેને તાકીને જોતો હોવાથી તેણે નિલેશની સામે જોયું હતું. આથી નિલેશે નતું મારી સામે કેમ જોવે છેથ કહી ઉશ્કેરાઈ ગાળાગાળી કરવા લાગ્યો હતો.
ઝઘડો વધુ ન વધે તે માટે તે ડેરી બંધ કરી ઘરે જતો રહ્યો હતો. પરંતુ રાત્રે તે મામાના દિકરા સાથે રામનાથ મહાદેવ મંદિરે જવા ઘરની બહાર નિકળતા નિલેશે તેની સાથે ગાળાગાળી કરી હોવાના મંદે તેના મોટાબાપુ વિઠ્ઠલ રજવાડીયાએ લાકડી લઈ આવી ઝઘડો કર્યો હતો.
આ સમયે તેના માતા ભાવનાબેન બહાર આવી મોટાબાપુને ઝઘડો નહીં કરવા સમજાવતા મોટાબાપુએ ઉશ્કેરાઈ લાકડીથી હુમલાનો પ્રયાસ કર્યો હતો.માતા ભાવનાબેન વચ્ચે પડતા તેને ત્રણેક ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ ત્યાં આવેલ મોટાબાપુના દિકરા વિમલ, પરેશ અને ચેતન લાકડી ધોકાથી હુમલો કરતા તેને ઈજા થઈ હતી.