ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈ

02:15 PM Jul 19, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરની એલસીબી પોલીસે રૂૂ.1.32 લાખ મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની તસ્કર ટોળકી ને ઝડપી લીધી છે.અને સાત ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના સ્ટાફે બાતમી ને આધારે શહેરના ભરતનગર રીંગ રોડ પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપવાળા ખાંચામાં આવેલ સોમ પાર્ક સોસાયટી પછી આવેલ વાડીની જાહેર જગ્યામાં બાવળની કાંટ નીચે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

Advertisement

આ શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ એ છેલ્લા ત્રણેક વર્ષના સમયગાળા સાત ઘર ફોડ ચોરી કરી હોવાનો ખુલવા પામ્યું હતું. જેમાં શિહોરના નેસડા-ઘાંઘળી રોડ ઉપર આવેલ ફેકટરી (શાંતી કાસ્ટીંગ, જયરાજ કેમીકલ) તથા સ્કુલમાં (રાજહંસ), શિહોર ગામમાં ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલ એક દુકાન (સમીર પ્રોવિઝન સ્ટોર) , ભાવનગર, કોળીયાક ગામમાં રોડ ઉપર આવેલ જય કટલેરીની દુકાન , સીદસર ગામ પાસે આવેલ એક મોટી કોલેજ (જ્ઞાનમંજરી કોલેજ), સીદસર ગામ પાસે આવેલ મોટી કોલેજમાં ચોરી કરેલ તેની સામેના ભાગે આવેલ એક મોટી નિશાળમાં (નૈમીષારણ્ય) , સીદસર, હિલપાર્ક ચોકડી પાસે આવેલ એક મોટી સ્કુલમાં (ઓજ સ્કુલ), ભાવનગર-અમદાવાદ હાઇ-વે ઉપર માઢીયા ગામ પાસે આવેલ બે કારખાનામાં (નીક એન્ટરપ્રાઇઝ, ખુશ્બુ મેટાલીક), ભાવનગર, સીદસર રોડ, ટોપ થ્રી પાછળ, ડી માર્ટવાળા રોડ ઉપર નજીકમાં એક આવેલ ચંદ્દપ્રકાશ સોસાયટી માં બંધ મકાનમાં તથા નજીકમાં આવેલ એક ક્ધયા છાત્રાલાય (આહિર ક્ધયા છાત્રાલય)માં તથા કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાંઠે આવેલ એક સ્કુલ (સરદાર પટેલ સ્કુલ) માં રાત્રીના સમયે ચોરી કરેલ.હોવાનું કબુલ્યું હતું.

પોલીસે ઝડપી લીધેલા શખ્સો માંઇબુભાઇ ઉર્ફે ઇબુડો અબરૂૂસીંગ મીનામા ઉ.વ.45 રહે.મીનામા ફળીયુ આંબલી તા.ગરબાડા,જી.દાહોદ,કાંતિભાઇ મગનભાઇ મીનામા ઉ.વ.29 રહે.મીનામા ફળીયુ, આંબલી તા.ગરબાડા,જી.દાહોદ,હિમાભાઇ છત્રસિંહ ઉર્ફે ઇકાભાઇ મીનામા ઉ.વ.23 રહે.મીનામા ફળીયુ, આંબલી તા.ગરબાડા,જી.દાહોદ,રાકેશભાઇ દિપાભાઇ મીનામા ઉ.વ.30 રહે. મીનામા ફળીયુ,આંબલી તા.ગરબાડા, જી.દાહોદ હાલ- ઝુપડામાં, બાલા હનુમાન સામે, એરપોર્ટ રોડ,ભાવનગર અનેસાજનભાઇ નવલસિંગ મિનામા ઉ.વ.29 રહે.મીનામા ફળીયુ, આંબલી તા.ગરબાડા, જી.દાહોદ હાલ- ઝુપડામાં, બાલા હનુમાન સામે, એરપોર્ટ રોડ, ભાવનગર, સોમલાભાઇ ઉર્ફે સુમલો જીથરાભાઇ કટારા રહે. વડવા તા.ગરબાડા. જી.દાહોદ નો સમાવેશ થાય છે. પોલીસે કુલ રરૂૂ.1,32,350/નો મુદ્દામાલ કબજે કરેલ છે.

Tags :
bhavnagarbhavnagar newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement