મોરબી નજીકથી કતલખાને ધકેલાતા પાંચ નાના મોટા અબોલ જીવનો બચાવ
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરૂૂભા પરમારે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હેમંતભાઈ પ્રભુદાસ દેસાણી એ પોતાની મહેન્દ્રા વીરા ગાડી જીજે 10 ટીવાય 3732 વાળી માં આરોપી મહેશભાઈ સરાણીયાએ ખૂટ (નાના મોટા વાછરડા) કુલ જીવ નંગ 5 ગાડીમાં ક્રુરતા પૂર્વકભરી ટુકા દોરડાથી ખીચોખીચ રીતે બાંધી ગાડીમાં ધાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ના રાખી સક્ષમ અધિકારીનું પાસ પરમીટ નહિ રાખી જે એક ખૂટ કીમત રૂૂ.1500 લેખે ગણી કુલ ખૂટ જીવ નંગ 5 કીમત રૂૂ.7500 તથા ગાડી કીમત રૂૂ.6,50,000 એમ કુલ મુદામાલ કીમત રૂૂ.6,57,500 સાથે પશુઓના વધ કરવાના ઈરાદે હેરાફેરી કરતા ગુનો નોંધી આરોપી હેમંતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના આંદરણા ગામે યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.29) એ ગત તા. 26 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના નીચી માંડલ ગામની સીમમાં સેગા સિરામિકની લેબર કોલોનીમાં બીજા માળેથી અકસ્માતે પડી જતા યુવાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના નીંચી માંડલ ગામે સેગા સિરામિકની લેબર કોલોનીમાં રહેતા લખાનભાઈ પ્રતાપભાઈ રાવત (ઉ.22) એ ગત તા.20 ના રોજ લેબર કોલોનીમાં બીજા માળે પાળી ઉપર બેસેલ હોય જે દરમિયાન અકસ્માતે નીચે જમીન પર પડતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
